ટેક્સટાઇલ માર્કેટના પાર્સલના વજન મુદ્દે સુખદ ઉકેલ: ટેક્સટાઇલ વેપારીઓના 65 કિલો સુધીના પાર્સલ ઉંચકવા સંમતી

0

[ad_1]

Updated: Jan 18th, 2023

– ફોસ્ટા અને બંને એસો. ના હોદ્દેદારોની બેઠકમાં નિર્ણયઃ વેપારીઓને ઓવરસાઇઝ પાર્સલ કે બોક્સ નહીં બનાવવા અપીલ પણ કરી

સુરત
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી પાર્સલના વજન અને સાઇઝના મુદ્દે ચાલી રહેલા વિવાદનો આજે સુખદ અંત્ત આવ્યો હતો. જેમાં ફોસ્ટા અને સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટીંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન વચ્ચે મળેલી બેઠકમાં પાર્સલનું મહત્તમ વજન 65 કિલોગ્રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી પાર્સલના વજન અને સાઇઝ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટીંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા પાર્સલનું મહત્તમ વજન 55 કિલોગ્રામ રાખવાની અને તેનાથી વધુ વજન હોય તો તેવા પાર્સલ ઉંચકવાનો કે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન અને ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ મુજબ 16 જાન્યુઆરીથી 55 કિલોગ્રામથી વધુ વજનના પાર્સલ નહીં ઉંચકવા ઉપર મક્કમતા દાખવી હતી. જેથી દોડતા થયેલા ટેક્સટાઇલ ઉદ્યોગકારોના અલગ-અલગ સંગઠનો દ્વારા ફોસ્ટા અને સુરત મર્કન્ટાઇલ એસોસિએશનને મધ્યસ્થી કરવા અપીલ કરી હતી. જે અંતર્ગત આજ રોજ રીંગરોડની જે.જે. માર્કેટના બોર્ડ રૂમમાં ફોસ્ટાના હોદ્દેદારો અને સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સ્પોર્ટ એસોસિએશન અને સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટીંગ લેબર યુનિયનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં પાર્સલના વજન અને સાઇઝના વિવાદનો અંત્ત આવ્યો હતો અને વેપાર અને મજૂરોની હિતમાં સર્વાનુમતે પાર્સલનું મહત્તમ વજન 65 કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત વેપારીઓને ઓવરસાઇઝના બોક્સ કે પાર્સલ નહીં બનાવવા અપીલ કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *