અમેરિકન સાંસદોએ ચીન મુદ્દે સુનાવણીમાં બેઇજિંગને દેશ માટે ખતરારૂપ ગણાવ્યું

0

[ad_1]

  • અમેરિકી અને વૈશ્વિક બજારો સુધી પહોંચ બન્યા પછી ચીનનું અર્થતંત્ર 10 ગણું વૃદ્ધિ પામ્યું
  • અમેરિકીગૃહમાં ‘ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) પરની ગૃહની પ્રવર સમિતિ’ સમક્ષ સુનાવણી
  • અમેરિકા હજી સુધીના ચીનના વ્યવહારને આક્રમક કહેતું આવ્યું છે

અમેરિકાના ટોચના સાંસદોએ રિપબ્લિકન બહુમત ધરાવતી પ્રતિનિધિસભામાં ચીનને અમેરિકી અસ્તિત્વ માટે ખતરારૂપ જણાવ્યું છે. તેમણે સામ્યવાદી પક્ષનું નેતૃત્વ ધરાવતા ચીન તરફથી મળતા રહેતા પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવા માટે પોતાના સહયોગી દેશો સાથે હરસંભવ સહયોગ વધારવા આહ્વાન ક્યું હતું.

અમેરિકા હજી સુધીના ચીનના વ્યવહારને આક્રમક કહેતું આવ્યું છે. અમેરિકીગૃહમાં ‘ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) પરની ગૃહની પ્રવર સમિતિ’ની રચના કરવામાં આવી છે. પ્રવર સમિતિ સમક્ષ ચીનની બાબતો સંબધી સુનાવણી દરમિયાન સમિતિના અધ્યક્ષ અને સાંસદ માઇક ગેલાઘેરે મંગળવારે પોતાના આરંભિક સંબોધનમાં અમેરિકી કોંગ્રેસના પોતાના સહયોગીઓને જણાવ્યું હતું કે,’આ ટેનિસ મેચ નથી. આ અસ્તિત્વનો સંઘર્ષ છે. 21મી સદીમાં જીવન કેવું જોવા મળશે અને બુનિયાદી આઝાદી કેટલી દાવ પર લાગશે તેનો સંઘર્ષ છે.’ ગુપ્તચર એકમના પૂર્વ વડા ગેલાઘેરે કહ્યું હતું કે,’આપણે તાકીદના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. આવનારા 10 વર્ષોમાં આપણી નીતિ વધુ સો લોકો માટે મંચ તૈયાર કરશે.’

ડેમોક્રેટ અને રિપબ્લિકને ચીનને ઓછું આંક્યું : સાંસદ

ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ પણ ચીન તરફથી ઊભા થનારા પડકારોનું રેખાંકન કર્યું હતું. તેમણે કહ્યું કે, વીતેલા ત્રણ દાયકા દરમિયાન ડેમોક્રેટ અને રિપબ્લિકન એમ બંને પક્ષોએ સીપીસીને ઓછું આંક્યું છે. તેવું એવું માનતા રહ્યા કે વેપાર અને રોકાણ પીઆરસીના રૂપમાં પ્રશાંત ક્ષેત્રમાં લોકશાહી વલણો અને સુરક્ષાને મજબૂત કરશે. પરંતુ બધું જ તેનાથી વિરુદ્ધ થયું. તેમણે કહ્યું કે, અમેરિકા અને વૈશ્વિક બજારો સુધીની પહોંચ હાંસલ કર્યા પછી ચીનની અર્થવ્યવસ્થા દશ ગણી વૃદ્ધિ પામી છે. સીપીસીએ તે દરમિયાન પોતાનું સત્તાવાદી નિયંત્રણ વધાર્યું છે. સીપીસીએ તાઇવાન સહિતના દેશો સામે ખતરો ઊભો કર્યો છે. સૈન્ય માળખા માટે મોટાપાયે ભંડોળ ફાળવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *