Elon Musk’s SpaceX Rocket Blast: ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા ટેક્સાસથી લોન્ચ કરવામાં આવેલું સ્ટારશિપ રોકેટ લોન્ચિંગની થોડી જ ક્ષણોમાં અવકાશમાં ધડાકાભેર બ્લાસ્ટ થઈ ગયું હતું. આ દુર્ઘટનાથી એરલાઈન્સને પણ અસર થઈ હતી. મેક્સિકોના અખાત પર એરલાઇન ફ્લાઇટ્સને કાટમાળથી બચવા માટે રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
લોન્ચિંગના આઠ મિનિટમાં જ સંપર્ક ગુમાવ્યો
સ્પેસએક્સ મિશન કંટ્રોલે તેના સાઉથ ટેક્સાસ રોકેટ લોન્ચ પેડ પરથી સાંજે ગુરૂવાર 5:38 કલાકે ઉડાન ભર્યાના આઠ મિનિટમાં જ નવી અપગ્રેડ કરેલી સ્ટારશિપ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો.