27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: શહેરને નાળા મુક્ત બનાવવાની દિશામાં AMC, 146 કરોડનો કરશે ખર્ચ

Ahmedabad: શહેરને નાળા મુક્ત બનાવવાની દિશામાં AMC, 146 કરોડનો કરશે ખર્ચ


અમદાવાદ શહેરને હવે નાળા મુક્ત બનાવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. શહેરમાં એકપણ એવું મોટું નાળું ના રહે કે જેનાથી ગંદકી વધે કે પછી શહેરની સુંદરતામાં દાગ લાગે અને તેના માટે AMC 146 કરોડનો ખર્ચ કરશે.

શું છે પ્લાનિંગ અને ક્યારે પૂર્ણ થશે?

અમદાવાદ શહેરને સંપૂર્ણ રીતે નાળા મુક્ત બનાવવા માટે AMC કામગીરી કરી રહ્યું છે. શહેરમાં મુખ્ય ત્રણ એવા ગરનાળા છે, જેના દ્વારા વર્ષો પહેલા પાણી માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ સમય રહેતા તે ડ્રેનેજમાં તબદીલ થઈ ગયા છે, પરંતુ હવે AMC તમામ નાળા પુરી તેના પર રોડ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ નજીક ચંદ્રભાગા ગરનાળાને પુરી દેવામાં આવશે. ગાંધી આશ્રમ નવીનીકરણ કરવામાં આવશે તેની સાથે આ ગરનાળાને પણ પૂરી દેવામાં આવશે. 146 કરોડના ખર્ચે આ ગરનાળા પાછળ ખર્ચ કરી તેમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર એમ બે અલગ અલગ ડક ફિટ કરી વરસાદી પાણીનો ઉપયોગ પણ કરવામાં આવશે અને તેની ઉપર રોડ બનાવવામાં આવશે.

ત્રણ તબક્કામાં આ કામગીરી પૂર્ણ થશે

આ અગાઉ અમદાવાદ મનપા દ્વારા ગોતા ગોધાવી કેનાલ પર રોડ બનાવી દેવામાં આવ્યો છે તો પૂર્વ વિસ્તારની સૌથી મોટી કેનાલ ખારી કટ કેનાલ પર પણ હાલમાં કામગીરી ચાલી રહી છે. 16 કિલોમીટર લાંબી કેનાલમાં પુરાણ કરી તેમાં પણ સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઈનની અલગ ડક ફિટ કરી તેમાં પણ વરસાદી પાણીના ઉપયોગ કરવા માટે આયોજન કર્યું છે, જેના પાછળ કુલ 1200 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે તો તે ત્રણ તબક્કામાં આ કામગીરી પૂર્ણ થવાની છે.

ભૂવાઓને પડતા રોકવા પણ તંત્ર ત્વરિત પ્લાનિંગ કરે તે જરૂરી

હાલમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરી એટલે કે નરોડાથી ઓઢવ સુધી આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે કેનાલ સફાઈ કરી આગળની કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે હવે કરોડોનો ખર્ચ કરી સ્માર્ટ સીટી અમદાવાદને નાળા મુક્ત કરી ગંદકી દૂર કરવા અને ટ્રાફિક હળવો કરવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે શહેરની જૂની ડ્રેનેજ લાઈન પણ બદલી ભૂવાઓને પડતા રોકવા પણ તંત્ર ત્વરિત પ્લાનિંગ કરે તે જરૂરી છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય