ઈમ્પેક્ટ ફી ભર્યા વગરના ગેરકાયદે બાંધકામો તોડવા AMC કમિશનરનો આદેશ

0

[ad_1]

  • કોમર્શિયલ ડીમોલીશનને પ્રથમ પ્રાયોરિટી આપવા કહેવાયું
  • દસ્તાવેજ ન થાય તે માટે રજિસ્ટ્રારને જાણ કરવા સૂચના
  • ગેરકાયદેસર બાંધકામ ચાલુ રહે તો પોલીસને જાણ કરાશે

અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ભરીને નિયમિત નહીં કરાવાયેલા ગેરકાયદે બાંધકામોને તોડવા સહિત કડક પગલાં ભરવાનો મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને આદેશ આપ્યો છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો અંગે માર્ગદર્શિકા જારી કરીને તે મુજબ પગલાં લેવા એસ્ટેટ ટીડીઓ વિભાગને સૂચના અપાઈ છે. આ હેતુસર કમિશનરે સરક્યુલર જારી કર્યો છે.

પાણી, ગટર અને વીજળીના કનેક્શન નહીં

ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ આપવાની રહેશે અને જો નોટિસ આપ્યા બાદ પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રહે તો પોલીસને જાણ કરવાની રહેશે. ગેરકાયદેસર બાંધકામના ફોટો સાથે તેનો મનાઈ હુકમ પોલીસને આપવાની રહેશે. બાંધકામ કરનારને જેટલી પણ નોટિસ આપવામાં આવે તે સમયના ફોટોગ્રાફ પણ ફાઇલમાં જોડીને આપવાના રહેશે. ગેરકાયદેસર બાંધકામ થયું હોય ત્યાં પાણી, ગટર અને વીજળીના કનેક્શન નહીં આપવા માટે સંબંધિત વિભાગોને પણ જાણ કરવાની રહેશે.

ગેરકાયદે બાંધકામો સીલ મારી દેવાશે

આ માર્ગદર્શિકામાં રેસીડેન્શિયલ કે કોમર્શિયલ બાંધકામની વિગતો દર્શાવવા અને આવી મિલકતોનો દસ્તાવેજ ન થાય તે માટે રજિસ્ટ્રારને જાણ કરવા, અને આવી મિલ્કત કોઈ ન ખરીદે તે માટે વર્તમાનપત્રોમાં જાહેરખબર આપવા સૂચના અપાઈ છે. ગેરકાયદે બાંધકામો સીલ કરીને પોલીસને જાણ કરવા અને જો સીલ તોડી નાંખવામાં આવે તો જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ કરવા અને ફરીથી સીલ કરવાનું રહેશે.

15 દિવસે અને મહિને રિવ્યુ કરવાનો રહેશે

સંવેદનશીલ વિસ્તારમાં અમલ કરવા પોલીસ બંદોબસ્ત માટે ત્રણ વખત જાણ કર્યા પછી પણ બંદોબસ્ત ન ફાળવે તો DYMCને જાણ કરવા સૂચના અપાઈ છે. પ્રાયોરિટી ધોરણે તોડવાના થતા ગેરકાયદેસર બાંધકામો મામલે 15 દિવસે અને મહિને રિવ્યુ કરવાનો રહેશે. પોલીસ બંદોબસ્ત મળતાં તત્કાળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને તેનો રિપોર્ટ DYMCને કરવા સૂચના અપાઈ છે.

આ પ્રકારના બાંધકામને તોડવા અગ્રતા

  • ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો, પાર્કિંગની જગ્યામાં થયેલા બાંધકામ, કોમન પ્લોટ ખુલ્લી જગ્યામાં બાંધકામો અને સંપર્ણ ગેરકાયદે બાંધકામ તોડવાને પ્રથમ અગ્રતા અપાશે.
  • TP રોડ તરફ્ના કે સાઇડ માર્જીનની જગ્યામાં બાંધકામ તોડવાને બીજા ક્રમે અગ્રતા અપાશે. બિલ્ડિંગનું બાંધકામ જેવા કે પેન્ટ હાઉસ કે અન્ય પ્રકારનું વધારાનું બાંધકામને ત્રીજા ક્રમે અગ્રતા અપાશે
  • બાલ્કની, ચોક, કટઆઉટ કવરીંગ, માર્જિનમાં સામાન્ય પ્રકારનું દબાણ કે બંગલો ટેનામેન્ટ કે ફ્લેટમાં સુધારા-વધારાનું બાંધકામ અન્ય તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામને તોડવા ચોથા ક્રમે અગ્રતા અપાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *