25 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 2, 2024
25 C
Surat
શનિવાર, નવેમ્બર 2, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છડીપીએની હોસ્પિટલમાં બોગસ બિલો મંજૂર કરાયા હોવાનો આક્ષેપ | Allegation of bogus...

ડીપીએની હોસ્પિટલમાં બોગસ બિલો મંજૂર કરાયા હોવાનો આક્ષેપ | Allegation of bogus bills being sanctioned in DPA hospital



યુનિયન દ્વારા સત્ય શોધક કમિટીની તપાસમાં ૧૦ લાખથી વધુના બોગસ બિલો મળ્યા હોવાનો દાવો કરાયો 

ગાંધીધામ: દીનદયાળ પોર્ટ ઓથોરિટી સંચાલિત ગોપાલપુરી હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા એક કર્મચારી દ્વારા અન્ય કર્મચારીઓ દ્વારા જમા કરાવેલા બોગસ મેડિકલ બિલો, રાઉડ સિક્કો તથા નકલી સહીઓ વાળા બિલો પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીપીએ મેડિકલ પ્રશાસને ચેરમેનની સૂચનાથી આરોપોની સત્યતા ચકાસણી અર્થે એક સત્ય શોધક કમિટીની રચના કરી હતી. જેમાં ત્રણ સિનિયર ડોક્ટર્સને આ આરોપોની તપાસ અર્થે નિમણૂક કરવામાં આવી હતા. આ કમિટીએ તમામ આરોપની ઊંડાણપૂર્વક તપાસ કરીને એક મહિનામાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યું હતું. 

સત્ય શોધક કમિટીએ એક મહિના બાદ સંદર્ભે સંબંધિત વ્યક્તિઓ વસ્તુઓ તેમજ બોગસ સહીઓ વિશે ઊંડી પૂછપરછ બાદ એક રિપોર્ટ તૈયાર કરેલ હતો. જે અહેવાલ થોડા દિવસ પહેલા કમિટીએ ઇ-ઓફિસ મારફતે મુખ્ય ચીકીત્સા અધિકારી, ગોપાલપુરીને મોકલ્યું હતું પરંતુ મુખ્ય ચીકીત્સા અધિકારી દ્વારા રિપોર્ટ ચેરમેનને મોકલવાને બદલે રિપોર્ટ દબાવીને રાખી દિહોદ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કુશળ બીનકુશળ અસંગઠીત કામદાર સંઘના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટને જાણકારી મળી છે કે આ સુપરત કરાયેલ રિપોર્ટમાં કુલ ૧૦૦ મેડિકલ બિલોને ચકાસવામાં આવ્યા હતા જેમાંથી ૧૦-૧૫ લાખ સુધીના બોગસ મેડિકલ બિલો શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી અંદાજે ૬ લાખ જેટલી રકમનાં બિલોનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે અને બાકીના બોગસ બિલોની રકમ ઉપાડવાની તૈયારી હતી પરંતુ એ દરમ્યાન જ એક જાગૃત કર્મચારીએ આવા બિલોને પકડી પાડયા હતા. જેથી બાકીનાં બોગસ બિલોની ચુકવણી અટકાવી દેવામાં આવી હતી. અત્યારે ફક્ત ૧૦૦ મેડિકલ બિલોની જ ચકાસણી કરવામાં આવેલ છે પરંતુ બાકીના હજારો બિલોની ચકાસણી હજુ બાકી છે જેની ચકાસણી કરવામાં આવે તો એ જોતા આ કૌભાંડની રકમ અનેક ઘણી વધી જશે અને કરોડો રૂપિયાની બોગસ ચુકવણી બહાર આવે એમ શક્યતા છે તેવું યુનિયન વતી વેલજીભાઇએ દાવો કર્યો છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય