નેપાળના ત્રિભુવન એરપોર્ટ પરથી અચાનક તમામ ફ્લાઇટ્સ રદ, એક કલાકથી મુસાફરો ફસાયા

0

[ad_1]

  • ઇમિગ્રેશન સર્વરમાં ખામીને પગલે ફ્લાઇટ્સ બંધ
  • લગભગ એક કલાક માટે એરપોર્ટ કામગીરી સ્થગિત
  • આ મહિનાની શરૂઆતમાં નેપાળમાં દુર્ઘટનામાં 72નાં મોત

નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ્સ અચાનક બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર ઇમિગ્રેશન સર્વરમાં ખામીને પગલે તમામ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે.

એરપોર્ટના વડા, પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે સર્વર સમસ્યાઓના કારણે ફ્લાઈટ્સ લગભગ એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી અને તેને ફરીથી શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ મહિનાની શરૂઆતમાં નેપાળમાં વિમાન દુર્ઘટનામાં 72 લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે યેતી ઈન્ટરનેશનલની ફ્લાઈટ લેન્ડ થવા જઈ રહી હતી. યેતી એરલાઇન્સની ફ્લાઇટ 691 કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી પોખરા શહેરના જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે ક્રેશ થઇ હતી.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *