આલિયા ભટ્ટના પપ્પા મહેશ ભટ્ટની થઇ હાર્ટ સર્જરી, હેલ્થને લઇને દીકરાએ કહ્યું…

0

[ad_1]

  • મહેશ ભટ્ટની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત ખરાબ
  • ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના સ્વાસ્થ્યને લઇને મોટી અપડેટ
  • મહેશ ભટ્ટની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત સારી નથી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આલિયા ભટ્ટના પિતાની હાર્ટ સર્જરી થઈ છે. આ અહેવાલો વચ્ચે મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટે ફિલ્મ નિર્માતાના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. અહેવાલો અનુસાર, મહેશ ભટ્ટ હેલ્થ અપડેટની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને હવે તેઓ પહેલાની જેમ જ સ્વસ્થ થઈ રહ્યા છે.

મહેશ ભટ્ટના સ્વાસ્થ્ય અંગેના તાજેતરના અહેવાલો અનુસાર, ગયા મહિને મહેશ ભટ્ટે તેમનું ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેમને શક્ય તેટલી વહેલી તકે સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. આ બાબતોની પુષ્ટિ કરતા મહેશ ભટ્ટના પુત્રએ કહ્યું છે કે ‘તેના પિતાને આ અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ સર્જરી બાદ તે સ્વસ્થ છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે પરત ફર્યા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, બધુ સારું છે, તે સ્વસ્થ થઈ રહ્યા છે…’

હિન્દી સિનેમા જગતમાં મહેશ ભટ્ટનું મોટું યોગદાન છે

મહેશ ભટ્ટ લગભગ તેમનું આખું જીવન હિન્દી સિનેમા જગતને આપ્યું છે. મહેશ ભટ્ટે તેમની પ્રથમ ફિલ્મ ‘મંજીલે ઔર ભી હૈં’ 26 વર્ષની ઉંમરે ડિરેક્ટ કરી હતી. આ પછી મહેશ ભટ્ટે ઘણી ફિલ્મો બનાવી જેમાં સારાંશ, આશિકી, ઝેહર, જિસ્મ બની હતી. આ સાથે મહેશ ભટ્ટે રાજ દુશ્મન, ફૂટપાથ જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *