– ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીંગા વરસાદથી
– સતત વરસાદી માહોલથી કપાસ સહિતના પાકમાં નુકશાનીના પગલે ખેડૂતોમાં ચિંતાની લહેર
ગઢડા : ગઢડા (સ્વામીના) શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ધીંગા વરસાદના પગલે અંતિમ તબક્કે ચોમાસુ જામ્યું હતું. આ વરસાદના પગલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા અને ચેક ડેમ છલકાઇ જતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું હતું.
આ મેઘમહેરથી શહેરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ગઢડાના રમા ઘાટ અને ઘેલો નદી ખાતે વહેતા પાણીના કુદરતી સૌંદર્યને નિહાળવા લોકો પરિવાર સાથે ઉમટી પડયા હતા.
દરમિયાનમાં, લીંબાળી ડેમના પાંચ દરવાજા ખોલતા સતત પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે કપાસ સહિતના પાકમાં નુકશાનીના પગલે ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી હતી.