૨૦૨૪નો ફલોપ સ્ટાર પુરવાર થયો
અક્ષયની ‘બડે મિયાં છોટે મિયાં’ ૩૫૦ કરોડમાં બની હતી.
મુંબઈ: અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ અપશુકનિયાળ પુરવાર થયું છે. આ વર્ષમાં તેની ૫૩૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મોની કમાણી માંડ પચ્ચીસેક ટકા જેટલી રહી છે. અક્ષયનાં મોટાં નામ પર જંગી રોકાણ કરનારા નિર્માતાઓની હાલત કફોડી થઈ ગઇ છે.