એઆઈ કિલ એપ આવશે, ટ્વિટર બહેતર થશે, એપલ વધુ વેલ્યુએબલ બ્રાન્ડ બનશે

0

[ad_1]

વન પ્લસના સહસ્થાપક કાર્લ પેઈની ૨૦૨૩ માટે ભવિષ્યવાણી

ટેસ્લા નવીનતાને બદલે બીજી પરંપરાગત કાર કંપનીઓ જેવી જ બની જશે : મેટાવર્સની દુનિયા ૨૦૨૩માં શક્ય બનશે નહીં

Updated: Jan 6th, 2023


વન પ્લસ અને નથિંગ કંપનીના સ્થાપક કાર્લ પેઈએ ૨૦૨૩ના વર્ષને લઈને કેટલીક આગાહીઓ કરી છે. ચીનમાં જન્મેલાં અને સ્વીડનમાં સ્થાઈ થયેલા આ ઉદ્યોગ સાહસિકનું માનવું છે કે ૨૦૨૩માં એઆઈ કિલ એપ માર્કેટમાં આવી શકે છે. ટ્વિટર બહેતર અનુભવ આપશે, પરંતુ ટેસ્લામાં નવીનતાનો અભાવ જોવા મળશે.
કાર્લ પેઈએ ૨૦૨૩નું વર્ષ ટેકનોલોજીની દૃષ્ટિએ કેવું રહેશે એની આગાહીઓ કરી છે. કાર્લનું માનવું છે કે મસ્ક ખૂદ ટ્વિટરમાં ધ્યાન આપે છે એટલે ટ્વિટરનો અનુભવ આગામી સમયમાં વધારે બહેતર બનશે. ટ્વિટર માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહેશે નહીં. જોકે, મસ્કની જ ટેસ્લા કંપની અન્ય પરંપરાગત કાર કંપનીઓ જેવી જ બની જશે. એમાં નવીનતાનો અભાવ વર્તાશે. ટેસ્લા કંપની કારમાં સતત નવીનતા આપવા માટે જાણીતી છે.
ફેસબુકે કંપનીનું નામ મેટા રાખ્યું છે અને માર્ક ઝકરબર્ગે મેટા પર જ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ આ વર્ષે મેટાવર્સની દુનિયાનો સાક્ષાત્કાર થશે નહીં. માર્ક ઝકરબર્ગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં ઘણી બાબતોમાં પરિવર્તન લાવશે. એપલની બ્રાન્ડ વેલ્યૂ વધશે. શેર માર્કેટમાં એપલ આ વર્ષે ધુમ મચાવશે, પરંતુ તેની એન્ટી કસ્ટમર પોલિસીના કારણે દુનિયાભરની સરકારો નારાજ થાય એવી શક્યતા નકારી શકાતી નથી.
મોટાભાગની ટેકનોલોજી કંપનીઓ નવી પ્રોડક્ટ આપવાને બદલે પૈસા કમાવવા તરફ જ ધ્યાન આપશે. હાર્ડ વર્ક એક ફેશન બની જશે. કંપનીઓ સોફ્ટ કામ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે. ઘણી કંપનીઓ સંપૂર્ણપણે રિમોટ વર્ક કરતી થશે. એઆઈ કિલ એપ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કિલ એપ એવો પહેલી નજરે અર્થ થાય છે. એ સંદર્ભમાં કાર્લે કહ્યું હતું કે એઆઈ કિલ એપ આવશે. જોકે, એ કેવી રીતે કામ કરશે અને એનાથી શું મોટો તફાવત આવશે એ અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ન કરવો હોય તો આ એપ ઉપયોગી થઈ શકે એવો એક અર્થ એનો કરવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *