અમદાવાદીઓ તમારે બજેટમાં કઈ સુવિધા જોઈએ છે, આ ઈમેલ ID પર સૂચનો મોકલો

0

[ad_1]

AMC દ્વારા નાગરીકો પાસે બજેટને લઈને સૂચનો મંગાવવામાં આવ્યા

Updated: Jan 21st, 2023

અમદાવાદ, 21 જાન્યુઆરી 2023 શનિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ રજૂ થાય તે પહેલાં જ શહેરીજનો પાસે સૂચનો મંગાવવામાં આવ્યાં છે. આ માટે AMC દ્વારા એક ઈમેલ ID પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ નાગરિકો amcbudget2023@gmail.com પર સૂચન કરી શકે છે. તેઓ કેવી સુવિધાઓ અને કઈ કામગીરીઓની અપેક્ષા રાખે છે તેની વિગતો કોર્પોરેશનને જણાવી શકે છે. આ સૂચનને આધારે કોર્પોરેશનમાં બજેટ તૈયાર કરાશે. 

નાગરીકો સુવિધાઓ માટે સૂચનો કરી શકશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગામી સમયમાં બજેટ રજૂ થશે. આ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બજેટમાં જનભાગીદારી કેળવવાના હેતુથી શહેરીજનો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે જેમાં નાગરિકો પોતાનું નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી લખી પોતાના વોર્ડ વિસ્તાર કે શહેર માટે કઈ સુવિધાઓ અને કેવા પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તે જણાવી શકે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને શહેરના વિકાસ માટે  દર વર્ષે કરોડો રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. 

આ વર્ષે કોર્પોરેશન તંત્ર દ્વારા સૂચનો માંગવામાં આવ્યા
ગત વર્ષે 8000 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. નાગરિકો પોતાના વિસ્તારમાં સુવિધાઓ જેમકે પાણીની ટાંકી, રોડ, ડ્રેનેજ લાઈન, બાગ બગીચા, સ્ટ્રીટ લાઈટ, બ્રિજ, ફૂટપાથ, પેવરબ્લોક સહિતની વિવિધ સુવિધાઓ અને પ્રોજેક્ટ માટે સૂચનો કરી શકે તેના માટે આ વર્ષે કોર્પોરેશન તંત્ર દ્વારા સૂચનો માંગવામાં આવ્યા છે. આ સૂચનો થકી મ્યુનિસિપલ કમિશનર બજેટ ભાજપના શાસકો સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ સત્તાધારી પક્ષ ભાજપ તેને મંજૂર કરી અમલ કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *