19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: દિવાળીની રાત્રે શહેરમાં પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ 377 AQI રહ્યું

Ahmedabad: દિવાળીની રાત્રે શહેરમાં પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ 377 AQI રહ્યું


દિવાળી પહેલાના ત્રણ દિવસથી શહેરમાં પ્રદૂષણનું સ્તર ખુબ જ ખરાબ સ્તરે પહોંચી ગયું છે.
દિવાળીની રાત્રીની વાત કરીએ તો શહેરમાં પ્રદૂષણનું સ્તર જેને એક્યૂઆઇ દ્વારા માપવામાં આવે છે તે 377 રહ્યું છે. શહેરનું એવરેજ પ્રદૂષણનું સ્તર 31મી ઓક્ટોબર સાંજે સાત વાગ્યે 77 હતું, જેને લોકોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, જે રાત્રે 11 વાગ્યા સુધીમાં 332ને પાર કરી ગયું હતું. મધરાત્રીએ એક્યૂઆઇમાં ખુબ જ વધારો થયો હતો અને રાત્રે 3 વાગ્યે ધુમ્મસ જેવું વાતાવરણ રચાઈ જતાં આ સ્તર 377ને આંબી ગયું હતું. હવામાં પ્રદૂષણ વધવામાં પર્ટિક્યૂલર મેટર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવામાં સોલિડ અને લિક્વિડ પાર્ટિકલનું મિશ્રાણ વધે છે ત્યારે PM (પર્ટિક્યૂલર મેટર)નું સ્તર વધે છે.હાલમાં અમદાવાદની હવામાં પીએમની સાંદ્રતા WHO દ્વારા છેલ્લા 24 કલાકની હવાની ગુણવત્તા માર્ગદર્શિકા લિમિટ કરતાં 3.8 ગણી વધારે છે.
ખરાબ હવા-પ્રદૂષણને લધે સાયનસ, દમ, COPD સહિતના રોગ થવાનું જોખમ વાયુ પ્રદૂષણને લીધે શ્વસનતંત્ર નબળું પડે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. વાયુ પ્રદૂષણ માટે જવાબદાર જૈવિક અને બિન-જૈવિક ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે જેને કારણે સાયનસ, દમ, સીઓપીડી, પલ્મોનરી ફઇબ્રોસિસ થવાનું જોખમ રહેછે.
ઓક્ટોબરના 13 દિવસ શહેરનું AQI 100થી 200 રહ્યું
ઓક્ટોબરમાં 13 દિવસ અમદાવાદ શહરેનું એક્યૂઆઇ 101 થી 200 એટલે કે પૂઅર રહ્યું હતું, જ્યારે 18 દિવસ 50 થી 100 મોડરેટ રહ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય