19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabad: કડકડતી ઠંડી વધતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે વિશેષ વ્યવસ્થા કરાઇ

Ahmedabad: કડકડતી ઠંડી વધતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે વિશેષ વ્યવસ્થા કરાઇ


ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે જ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ-પંખીઓને ઠંડીથી રક્ષણ આપવા ખાસ આયોજન કરાયું છે. વાઘ, સિંહ, દીપડા અને રીછના પાંજરા પાસે 25 જેટલા રૂમ હિ‌ટર મૂકવામાં આવ્યા છે, તો સર્પગૃહમાં ઈલેક્ટ્રીક બલ્બ સાથેના માટીના કુંડા ના બ્રૂડર મુકાયા છે.

શિયાળાની ઋતુમાં માણસોની સાથે સાથે પશુ-પક્ષીઓને પણ ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે પ્રાણીઓ…પક્ષીઓ તેમજ સરીસૃપ જીવોને ઠંડીથી રક્ષણ મળે તે માટે અમદાવાદના કમલાનેહરૂ પ્રાણી સંગ્રહાલયમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ ઠંડી ન લાગે તે માટે પ્રાણીઓના નજીક હીટર મૂકવામાં આવ્યા છે તો સાથે સાથે ઘાસ પણ પાંજરાની અંદર પાથરવામાં આવ્યા છે. પશુ-પક્ષીઓ પાંજરાની અંદર હેરફેર કરે તો તેમને ઠંડીના લાગી જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • ઠંડી વધતા પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા
  • પ્રાણીને ઠંડી ન લાગે તે માટે મુકાયા હીટર
  • વાઘ,સિંહ,દીપડા,રીંછ અને શિયાળ માટે હીટર
  • સાપ અને પક્ષીઓ માટે બલ્બ હીટર મુકાયા
  • હાથી માટે ગોળ,સૂંઠ,રાગી કુલથી અને ચોખાના લાડુ
  • પ્રાણીઓનું બોડી ટેમ્પરેચર જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થા

પ્રાણીઓને શિયાળાથી રક્ષણ મળે તે માટે વસાણા આપવામાં આવ્યા છે…જેમાં રોજ હાથીને સૂંઢ વાળા લાડુ ખવડાવવામાં આવે છે જેથી શરીરમાં ગરમાહટ રહે. શિયાળાથી રક્ષણ મેળવવા લોકો અનેક પ્રકારનું વસાણું ખાતા હોય છે ત્યારે પ્રાણીઓને પણ વસાણા આપવામાં આવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં હાથી માટે ઠંડીની સીઝનમાં વિશેષ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે, જેમાં સૂંઠ,રાગી ,કોહલી પ્રકારનાં વસાણાં નો ઉપયોગ પણ કરવામાં આવે છે ગજરાજ નું બોડી ટેમ્પરેચર વ્યવસ્થિત જળવાઈ રહે તે માટે આ પ્રકારનો વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય