અમદાવાદ શહેરમાં હૈયુ હચમચાવી દેતી ઘટનાં પ્રકાશમાં આવી છે. નરાધમે દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે બાદ બાળકીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં નરાધમે બાળકીના માથે ઈજા પહોંચાડીને માર માર્યો હતો. નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાંથી ચકચારી મચી હોય, તેવી ઘટના સામે આવી છે. નરાધમે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ આવાસ યોજનામાં નરાધમે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યાનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. પરિચિત યુવકે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાળકી સાથે દુષ્કર્મ બાદ બાળકીની હત્યાનો પ્રયાસ નરાધમ દ્વારા કરવામાં આવ્યો હતો. આવા નરાધમે તો બાળકી સાથે દુષ્કર્મ તો આચર્યું પણ હત્યાનો પણ અંજામ આપવા જતો હતો તે દરમિયાન સ્થાનિકો આવી જતા આરોપી નાસી છૂટ્યો હતો.
નરાધમે બાળકીના માથે ઈજા પહોચાડીને ગંભીર માર માર્યો હતો અને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે નિકોલ પોલીસે હત્યાના પ્રયાસ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને નરાધમની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ફરી એકવાર બાળકી સાથે હેવાનિયત થઈ હોવાનો મામલો આવ્યો છે. જેણે ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને ગુજરાત પોલીસની કાર્ય પદ્ધતિ ઉપર સવાલો ઉભા કર્યા છે. જોકે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને અમદાવાદ પોલીસે આગળ કવાયત હાથ ધરી છે.