અમદાવાદમાં 14.8 ડિગ્રી જ્યારે નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું

0

[ad_1]

  • લઘુતમ તાપમાનમાં નજીવો ઘટાડો, ઠંડીનો ચમકારો વધશે
  • ગાંધીનગરમાં 14.2, ડીસામાં 13.5 અને કેશોદમાં 9.4 ડિગ્રી
  • નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ

અમદાવાદ સહિત રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી ચોમાસા જેવો માહોલ રહ્યાં બાદ આજે મંગળવારે વાદળો વિખેરાઈ ગયાં હતા. વાતાવરણમાં સુધાર આવતાની સાથે જ રાજ્યના તમામ શહેરોના તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે. તાપમાનનો પારો ગગડતાં હવે ઠંડીનો ચમકારો પણ વધશે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ મંગળવારના રોજ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયુ છે જ્યારે નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં 14.2 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી જ્યારે કેશોદમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અચાનક વાતાવરણમા પલટો આવતાં તાપમાનનો પારો ઉચકાયો હતો. જેના કારણે ઠંડીનું જોર સાવ ઘટી ગયુ હતુ. પરંતુ આજથી ઠંડીનું જોર વધશે તેવુ હવામાન નિષ્ણાંતો અનુમાન કરી રહ્યાં છે.

રાજ્યના વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

શહેર તાપમાન

અમદાવાદ 14.8

ડીસા 13.5

ગાંધીનગર 14.2

વિ.વિ.નગર 13.3

વડોદરા 16

સુરત 17.4

વલસાડ 16

ભુજ 11.2

નલીયા 7

કંડલા એરપોર્ટ 11.5

ભાવનગર 16.6

પોરબંદર 12.4

રાજકોટ 12.2

સુરેન્દ્રનગર 14

મહુવા 16.1

કેશોદ 9.4

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *