અમદાવાદ પોલીસ દ્વારા રીવરફ્રન્ટ પર નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયું

0

[ad_1]

૭૫ હજાર જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુંઃરીવરફ્રન્ટ વેસ્ટનો રસ્તો વાહનો માટે બંધ રહેશે

મેરેથોનમાં પાંચ, દશ અને ૨૧ કિલોમીટરનો સ્પર્ધા

Updated: Jan 18th, 2023

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આગામી શનિવારે રીવરફ્રન્ટ વેસ્ટ પર
નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે.  જેમાં
એક લાખથી વધુ લોકો ભાગ લેશે. પાંચ
,
દશ અને એકવીસ કિલોમીટરની ત્રણ અલગ અલગ સ્પર્ધા યોજવામા આવશે.  શનિવાર સાંજથી કાર્યક્રમ પૂર્ણ નહી થાય ત્યાં સુધી
સાબરમતી વેસ્ટ રીવરફ્રન્ટ અને વાડજ સર્કલથી સુભાષબ્રીજ સર્કલનો રસ્તો બંધ રહેશે.
 અમદાવાદ શહેર પોલીસ દ્વારા શનિવારે રીવરફ્રન્ટ પર નાઇટ હાફ મેરેથોનનું
આયોજન કરાયું છે. આ મેરેથોનમાં  પાંચ
, દશ અને ૨૧ કિલોમીટરનો
સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં ૨૧ કિલોમીટરની સ્પર્ધા રીવરફ્રન્ટની શરૂ કરીને સુભાષબ્રીજ
સર્કલ સુધીની રહેશે.  આ નાઇટ મેરેથોન માટે ૭૫
હજારથી વધુ રજીસ્ટ્રેશન થઇ ચુક્યા છે અને ૨૧ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશનની સંખ્યા ેએક
લાખ વધી શકે તેવી શક્યતા છે.આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન નિઃશુલ્ક રહેશે. મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલ નાઇટ મેરેથોનનો પ્રારંભ કરાવશે. સાથેસાથે ૨૧મી તારીખે રીવર ફ્રન્ટ વેસ્ટ
તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. 
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપતા જણાવ્યું કે નાઇટ હાફ મેરેથોનમાં
સ્પોર્ટસ જગતના જાણીતા ખેલાડીઓ
ફિલ્મી કલાકારો તેમજ જાણીતી સેેલીબ્રેટીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *