AMC દ્વારા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે સાથે પદયાત્રીઓને ચાલવા અને રસ્તો ઓળંગવામાં પડતી હાલાકી નિવારવા તેમજ રસ્તો ક્રોસ કરતી વેળા અકસ્માતો ઘટાડવા માટે રૂ. 10 કરોડથી વધુના ખર્ચે ટ્રાફિક જંક્શન ડેવલપ કરવામાં આવશે.
જેના પરિણામે સહેરના માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે રાહદારીઓને રસ્તાની બાજુએ ચાલવા તેમજ રસ્તો ઓળંગવામાં વધુ સરળતા અને સુગમતા રહેશે. AMC દ્વારા ટ્રાફિકનું વધુ ભારણ ધરાવતા જંક્શનનો ટોપોગ્રાફિકલ સર્વે કરવામાં આવશે અને પેડસ્ટ્રીયન કાઉન્ટ સર્વે કરાશે, જીઓમેટ્રિક ચેન્જિસની પ્રપોઝલ મુજબ ડિઝાઈન, સોફ્ટવેર બેઝડ એનાલિસીસ ફોર ટ્રાફિક મૂવમેન્ટ અને સ્પીડ ડીલે અને સરવે (જંક્શ ક્યુ લેન્થ) કરાશે. રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં પડતી મુશ્કેલી ન પડે તે હેતુસર ડિઝાઈન તૈયાર કરીને જંક્શનમાં સુધારા કરવા સૂચનો કરવાના રહેશે અને તમામ સિગ્નલ પર રાહદારી સલામત રીતે રસ્તો ક્રોસ કરી શકશે તેવા જંકશન વિકસાવાશે. બિન ઉપયોગી જગ્યા પર આઇલેન્ડ બનાવવામાં આવશે તથા વાહનોની લેઇન નક્કી કરીને ટ્રાફ્કિ નિયમો વધુ સરળ બનાવવામાં આવશે. ટ્રાફ્કિ સરળતા માટે ફરી લેફ્ટ ટર્ન બનાવવામાં આવશે.
રોડ એન્ડ બિલિડંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં વિવિધ જંકશન પર આ ડિઝાઇન પ્રમાણે કરવાની થતી કામગીરીમાં તંત્ર દ્વારા પ્રથમ વખત ટેન્ડર કરવામાં આવતાં કોઇ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહોતો તેમજ બે વારસીંગલ ટેન્ડર આવતાં મ્યુનિ. દ્વારા ત્રીજી વખત ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. જોકે ત્રીજી વખત બે ટેન્ડર આવતાં લોએસ્ટ એવા 47 ટકા વધારે રકમના રૂ. 10 કરોડની દરખાસ્તને મંજુર કરાઈ છે. અગાઉ સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ્ ટેકનોલોજી દ્વારા વિવિધ જંકશનોનો સર્વે કરી તે માટે 74 જેટલા જંકશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.