19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabad: RTO કચેરી ખાતે 500થી 700 લોકોની મેમો ભરવા લાંબી લાઇન

Ahmedabad: RTO કચેરી ખાતે 500થી 700 લોકોની મેમો ભરવા લાંબી લાઇન


 છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં પોલીસે હાથ ધરેલા બે નાઈટ કોમ્બિંગમાં 3 હજાર વાહનો કબ્જે કરી RTOને મેમો આપવામાં આવ્યા છે. બીજી તરફ, RTO તંત્રમાં પોલીસે આપેલાં મેમાની વસૂલાત કરવા માટે કોઈજ વ્યવસ્થા નથી. RTO માત્ર 100 મેમા દંડની વસૂલાત કરતી આવી છે.

અમદાવાદ RTO કચેરી ખાતે પોલીસે આપેલા મેમો ભરવા લાંબી લાઈનો લાગી છે. કોમ્બિંગ નાઈટમાં પોલીસે મેમો ફટકાર્યા હતા. 500થી 700 લોકોની મેમો ભરવા લાઈનમાં ઉભારેવાનો વારો આવ્યો છે.  બુધવારથી અમદાવાદ RTO દરરોજ 200 દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને RTO વચ્ચે તાલમેલના અભાવે RTOમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે. તો પોલીસ સ્ટેશનોમાં ડીટેઈન કરેલાં વાહનોના થપ્પા લાગી ગયાં છે. સોમવારે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 1685 વાહન ચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસૂલ્યો હતો, તો ડોક્યુમેન્ટ સાથે ન હોવાના બદલ 1800 વાહનો ડિટેઈન કરાયાં હતાં.

પોલીસ સ્ટેશનોમાં ટુ વ્હીલર્સના ઢગલાં

60 પોલીસ સ્ટોશનોમાં ટુ વ્હીલર્સના ઢગલાં પડ્યા છે. આરટીઓમાં દંડ ભરવા લોકોની ભીડ અને પોલીસ સ્ટેશનોમાં વાહનોના ઢગલાં એ કોમ્બિંગ નાઈટના આયોજનમાં સંકલનના અભાવનું પરિણામ છે. ગાંધીનગરથી છૂટેલા આદેશથી ત્રણ જ દિવસમાં બે કોમ્બિંગ નાઈટનો એવો અણઘડ અમલ કરાયો કે સામાન્ય નાગરિકો જાણે ગુનેગાર હોય. અમદાવાદ શહેર પોલીસના 7 ઝોન ઉપરાંત એસઓજી, ક્રાઈમબ્રાન્ચ અને ટ્રાફિક પોલીસની ટીમોએ સોમવાર સાંજે 7 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા દરમ્યાન 12 કલાકની કાર્યવાહી કરી હતી.

3 હજાર RTO મેમો આપ્યાં

સૂત્રોના જણાવ્યા અનુસાર 3 હજાર RTO મેમો આપ્યાં હતા, આ કારણે RTOમાં સવારથી જ અવ્યવસ્થા સર્જાય છે. દંડ ભરવા વારો આવે તે માટે ટોકન પધ્ધતિ અમલમાં મુકવી પડી છે. પોલીસના મેમામાં લાયસન્સ, આરસી બુક, હેલમેન્ટ ન હોવાનો ઉલ્લેખ હોય તેમાં આરટીઓ તંત્ર પીયુસી, વીમો સહિતના ફોલ્ટ કાઢે અને અગાઉની દંડની રકમ પણ વસુલે છે. પોલીસ અને આરટીઓ વચ્ચે સંકલનના અભાવે આરટીઓમાં ભીડ જામે છે. આરટીઓમાં કામની મંથર ગતિથી અનેક લોકોને તેમના વાહન 15 દિવસ પછી પાછા મળશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય