AMCના CNCD વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન જાહેર રોડ ઉપર પશુઓના કારણે અકસ્માત ન થાય તે બાબતને ધ્યાનમાં રાખી પશુમાલિકોને તેમના પશુ જાહેરમાં રખડતા મૂકવામાં ન આવે તેની સૂચના આપી છે. જો જાહેર રોડ ઉપર ઢોરોને રખડતા/ભટકતા રાખશે તો તેની પરમીટ/લાયસન્સ રદ કરવામાં આવશે.
તહેવારો દરમિયાન લોકો પશુઓને ઘાસચારો અને અન્ય ચીજ વસ્તુઓ ખવડાવી દાન પુણ્ય કરતા હોય છે ત્યારે રોડ પર પશુઓ દ્વારા ગંદકી / ન્યુસન્સ ન થાય તે હેતુથી નિયત જગ્યાએ જ રાખવામાં આવે તે માટે ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચના આપી છે. તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળોની આસપાસ ગાયને લોકો દ્વારા ઘાસચારો નાખવામાં આવતો હોય છે ત્યારે કોઈપણ ધાર્મિક સ્થળોની આસપાસમાં ઘાસચારાનું વેચાણ કરવું નહિ. જો પશુમાલીકો / પશુપાલકો દ્વારા ઉપરોક્ત જરૂરી સૂચનાઓનું પાલન કરવામાં નહિ આવે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તમામ પશુમાલિકો શહેરીજનો/નાગરિકોનાં જાહેર હિતમાં સુચનાઓનો અમલ કરવા નાગિકોને અપીલ કરાઈ છે. દિવાળી, બેસતુ વર્ષ, મકરસંક્રાતી જેવા વિવિધ ધાર્મિક તહેવારોમાં દાનપુણ્યનો મહિમા વિશેષ હોય છે. આવા પ્રસંગોએ શહેરીજનો દાણીલીમડા તથા બાકરોલ કરૂણામંદિર ખાતે આવી ઘાસચારો, લાડુ, શાકભાજી, ખીચડો, ગોળ જેવા ખાદ્ય પદાર્થો રૂબરૂ આવી ખવડાવીને તેમજ તે માટે રોકડ દાન રૂબરૂમાં / ઓનલાઇન ચૂકવી દાન-પુણ્યનું ઉમદા કાર્ય કરતા હોય છે.