15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલે સ્પોર્ટ્સ સંકુલ માટે રૂ.6,800 માંગતા હોબાળો

Ahmedabad: ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલે સ્પોર્ટ્સ સંકુલ માટે રૂ.6,800 માંગતા હોબાળો


એક તરફ રાજ્ય સરકારે શાળાઓને સ્વેટરને લઈને કડક નિર્દેશ આપ્યા છે. તેમ છતાં ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શાળામાંથી સ્વેટરનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી છે. જેના સાથે જ વાલીઓ પાસે સ્પોર્ટ્સ સંકુલના નામે રૂ.6,800 માંગવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

જેના કારણે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જે પછી શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના વાલીઓનો આક્ષેપ છે કે, શાળાની ફી 80 હજાર જેટલી છે ત્યારે બીજું સત્ર શરૂ થયા બાદ એકાએક ફીના હપ્તામાં સ્પોર્ટસ એક્ટિવિટીના નામે રૂ.6,800 ભરવાનો આદેશ આપ્યો હતો. જેની સામે વાલીઓએ શાળાના સંચાલકો પાસે જવાબ માંગ્યો પરંતુ શાળાન પ્રિન્સિપલ કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહ્યું ન હતું. આ પછી તેની ફરિયાદ શિક્ષણ અધિકારીને કરવામાં આવતા સંચાલકોને નોટિસ ફટકારી છે. તેમજ શાળાના સંચાલકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. તેમજ શાળાની ભૂલ હશે તો સ્વેટર અને ફી બાબતે RTE નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય