24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: 18 બાઈકની ચોરી કરનારી ગેંગ ઈસનપુર પોલીસે ઝડપી, મુદ્દામાલ જપ્ત

Ahmedabad: 18 બાઈકની ચોરી કરનારી ગેંગ ઈસનપુર પોલીસે ઝડપી, મુદ્દામાલ જપ્ત


અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ કોમ્બીંગ આધારે તથા વાહન ચેકીંગ દરમિયાન સૂર્યનગર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ ઈસમ મોટર સાયકલ નંબર GJ-07-CS-8987 લઈને નીકળ્યા હતા. શંકાસ્પદ જણાઈ આવતા ઈસનપુર પોલીસ દ્વારા મોટર સાયકલ નંબરના આધારે સર્ચ કરતા આ મોટર સાયકલ અન્ય જયેશભાઈ ભીખાભાઈ સરાણિયાના નામે હોવાની જાણકારી મળી હતી.

બાઈક ચોરાઈ હોવાનું જણાવ્યું

આ મોટર સાયકલ ગઈ 03-10-2024ના રોજ જયેશ ટેકસ્ટાઈલ કંપની, નારોલ ખાતેથી ચોરાયેલ હોવાની અને આ બાબતે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલાની હકીકત જણાઈ આવી હતી. ઈસનપુર પોલીસ દ્વારા આરોપી વિકાસ મુન્નાભાઈ પાંડે ઉવ. 25 રહે. રંગોલી નગર, સતલોક આશ્રમ પાસે, નારોલ, અમદાવાદ મૂળ રહે. કુપરા ગામ તા. સરિલા જી. હમીરપુર ઉત્તરપ્રદેશની ધરપકડ કરી, ચોરી કરવામાં આવેલ મોટર સાયકલ કિંમત રૂ. 30,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી !

પકડાયેલ આરોપી વિકાસ પાંડેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા એક પછી એક અમદાવાદ શહેરના ઈસનપુર, નારોલ, અસલાલી વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી કુલ 18 મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી વિકાસ પાંડેની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે પોતાના મિત્રો અને ભૂતકાળમાં સાથે કામ કરતા ભાસ્કર ઉર્ફે સોનું પાંડે, સાગર સોલંકી અને સંજય મીયાત્રા મારફતે પોતે ચોરીના મોટર સાયકલો જુદી જુદી જગ્યાએ વહેંચેલાની પણ કબુલાત કરીને વટાણા વેરી દીધા હતા.

18 બાઈક ચોરી કરી હોવાની કરી કબૂલાત

ઈસનપુર પોલીસની ટીમ દ્વારા સહ આરોપીઓ (1) ભાસ્કર ઉર્ફે સોનું શ્રીઆધ્યાશંકર પાંડે (2) સાગર નાથાભાઈ સોલંકી (3) સંજય ભુરાભાઈ મિયાત્રાની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ ચારેય આરોપીઓની વાહન ચોર ગેંગ પાસેથી કુલ 18 મોટર સાયકલ જેની કુલ કિંમત રૂ. 6,00,000 છે. તે કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન મળી આવેલ મોટર સાયકલો પૈકી 01 મોટર સાયકલ ઈસનપુર વિસ્તારમાંથી, 15 મોટર સાયકલ નારોલ વિસ્તારમાંથી અને 02 મોટર સાયકલ અસલાલી વિસ્તારમાંથી ચોરેલાની કબૂલાત કરી છે.

ઈસનપુર પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી

આમ, ઈસનપુર પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે આંતર જિલ્લા વાહન ચોર ગેંગના ચાર આરોપીઓને પકડી પાડી કુલ 18 ચોરીના મોટર સાયકલ પકડી પાડી, કુલ વાહન ચોરીના 18 ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં આવતા પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થયેલ છે. ઈસનપુર પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય