29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: નોકરીના બનાવટી નિમણુંક પત્ર આપતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની કરી ધરપકડ

Ahmedabad: નોકરીના બનાવટી નિમણુંક પત્ર આપતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની કરી ધરપકડ


GPSC ક્લાસ 1 અધિકારીની સરકારની નોકરી આપવાના બહાને ઠગાઈ કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી જલદીપ ટેલર (વાદળી શર્ટ), જીતેન્દ્ર પ્રજાપતિ (સફેદ શર્ટ), અંકિત પંડ્યા (લાલ ટીશર્ટ) અને હિતેશ સેન (સફેદ ટીશર્ટ) છે.

સરકારની નોકરી તથા હથિયારનું લાયસન્સ આપાવવા માટે રુપિયા પડાવ્યા

આ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે ફરિયાદી યોગેશ પટેલને GPSC ક્લાસ 1 અધિકારીની સરકારની નોકરી તથા હથિયારનું લાયસન્સ આપાવવા માટે રુપિયા પડાવ્યા હતા. જેમાં પહેલા ડેપ્યુટી મામલતદારનું નિમણુક પત્ર આપી 25 લાખ પડાવ્યા, ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરનું નિમણુક પત્ર આપવા માટે 2.25 કરોડની માગ કરી હતી.

તમામ આરોપીઓ ભણેલા-ગણેલા

ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે જલદીપ ટેલર પોતે વકીલ છે અને અગાઉ પીએસઆઈની ભરતીમાં પરીક્ષા આપી ચુક્યો છે. આ માટે સરકારી ભરતી અને તેના પત્રવ્યવહાર અંગે જાણકારી ધરાવે છે. આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ અવિરત લો કોલેજનો પ્રિન્સિપાલ છે. અન્ય આરોપી અંકિત પંડ્યા પોતે વકીલ છે અને અલગ અલગ વિભાગના અધિકારી બની ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર સાથે વાતચીત કરતો હતો.

બનાવટી દસ્તાવેજો મળી આવ્યા

હિતેશ સેન મુખ્ય આરોપી જલદીપનો ડ્રાઈવર છે અને છેતરપિંડીની તમામ રકમ તેણે મેળવી હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ કરી પોલીસે ઈસનપુર, વટવા , મણિનગર અને મિર્ઝાપુરની ઓફિસોમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે અલગ અલગ ઓફિસમાંથી બનાવટી દસ્તાવેજો તથા સિક્કા કબ્જે કર્યા છે. જેના આધારે અલગ અલગ લોકોને અલગ અલગ ઓફરો આપી રુપિયા પડાવ્યા હતા.

જેમાં ફરિયાદી સિવાય તેના મિત્ર અંકિત પટેલને જીએમડીસીનો આસિસ્ટન્ટ મેનેજર બનાવવાની ઓફર આપી હતી. પ્રદિપ શર્માને ડેપ્યુટી કલેક્ટર મહેસાણા, અતુલ પટેલને જોઈન્ટ ડાયરેક્ટર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા જીગર પટેલને ખાણ અને ખનીજ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર બનાવવાની લાલચ આપી રુપિયા પડાવ્યા હતા તથા તમામને બનાવટી દસ્તાવેજો અને ઓર્ડરની નકલ પણ આપી હતી. સાથે જ અધિકારી બન્યા બાદ હથિયારની જરુર પડશે અને તેના લાયસન્સ પેટે પણ રુપિયા માગ્યા હતા.

અલગ અલગ અધિકારીના નામે કોલ કરી રૂપિયા પડ઼ાવ્યા

આ આખા છેતરપિંડીના કેસની શરુઆત વર્ષ 2022થી થઈ હતી. જેમાં ફરિયાદી આરોપીને લો કોલેજમાં એડમિશન માટે મળ્યા હતા અને ત્યારબાદ કુલ 6 લોકો સાથે ક્લાસ 1 અધિકારીની નિમણુંક આપવાના બહાને છેતરપિંડી આચરી છે. મહત્વનું છે આરોપીએ ભોગ બનનારને વિશ્વાસ અપાવવા માટે સચિવાલય તથા અમદાવાદ કલેક્ટર ઓફિસ પણ લઈને જતા હતા. સાથે જ અલગ અલગ અધિકારીના નામે કોલ કરી રૂપિયા પડ઼ાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચે 4 આરોપીની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીએ એક બે નહીં, પરંતુ 40થી વધુ લોકો પાસે રુપિયા પડાવ્યા છે. સાથે જ જલદિપે વાહનનો શો રુમ કર્યો હતો. તેમાં નુકસાન જતા આ પ્લાન અમલમાં લાવ્યો અને રુપિયા પડાવવાની શરુઆત કરી. જે છેતરપિંડીના રુપિયામાંથી આરોપીએ દેવુ ચુક્તે કરવાની સાથે ઘર રિનોવેશન તથા ગાડી ખરીદી હતી. તે પણ પોલીસે કબ્જે કરવાની કાર્યવાહી શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય