ગુજરાત: ડ્રોન એટેકથી પણ બચાવશે અમદાવાદ શહેર પોલીસ

0

[ad_1]

  • આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ
  • સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર
  • ડ્રોન હુમલા રોકવા માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ તૈયાર

ડ્રોન એટેકના સમાચાર તમે અનેક વખત સાંભળ્યા હશે. ત્યારે આવા ડ્રોન હુમલા રોકવા માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડિજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે.

ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ ડ્રોનની તાલીમ લીધી છે. જેમાં ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે. જે ટ્રેઇનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે. જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોનની તાલિમ આપવા માટે પણ માન્ય છે. ડ્રોનની જરૂરિયાત અમદાવાદ અને ગુજરાતમાં એ માટે રહેતી હોય છે કે, ગુજરાત એ પહેલેથી સંવેદનશીલ અને આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે.

પાંચ પાંચ પોલીસ કર્મીઓને આ તાલીમ આપવામાં આવશે

રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત એવો રથયાત્રાનો બંદોબસ્ત મનાય છે. જેમાં અમદાવાદ ના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે. ત્યારે ભૂતકાળના અનુભવના ધ્યાનને રાખી સંવેદનશીલ વિસ્તારોમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ તૈયાર કરવામા આવી છે. જેના થકી સર્ટિફાઇડ ડ્રોન પોલીસ વાપરી શકશે અને આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના પાંચ પાંચ પોલીસ કર્મીઓને આ તાલીમ આપવામાં આવશે.

સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર
મહત્વનું છે કે સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર છે. માટે જ બંદોબસ્ત, આંતકી હુમલા બાદ હવે પોલીસ ડ્રગ્સના વેચાણના સ્પોટ નક્કી કરી ડ્રોન વડે સર્વેલન્સ કરશે અને ડ્રગ્સની પ્રવૃત્તિ પર પણ રોક લગાવવા માટે આ કામગીરી મહત્વની રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *