અમદાવાદ-ચેન્નાઇ રૂટની હમસફર એક્સપ્રેસના પેન્ટ્રી મેનેજર પર હુમલો

0

[ad_1]

પેન્ટ્રી મેનેજરે ચા-નાસ્તાના ફેરિયાઓને રોકતા હુમલો કર્યો

રેલવે પોલીસે હુમલો કરનાર ફેરિયાઓ વિરૂદ્વ ગુનો નોંધ્યોઃ કોચમાં ગેરકાયદેસર ચા-નાસ્તો વેચતા હતા

Updated: Jan 12th, 2023

અમદાવાદ

અમદાવાદ-ચેન્નાઇ રૂટની હમસફર એક્સપ્રેસમાં પેન્ટ્રી મેનેજર તરીકે
ફરજ બજાવતા યુવકે કોચમાં ગેરકાયદેસર રીતે ચા-નાસ્તાનું વેચાણ કરતા ફેરિયાઓને રોક્યા
હતા. જેની અદાવત રાખીને કોચમાં આવી આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રેલવે
પોલીસે નોંધી છે.
 રિલીફ રોડ ધના સુથારની પોળમાં રહેતા હીતેન ગાંધીન છેલ્લાં પાંચ
વર્ષથી રેલવેની આઇઆરસીટીસીમાં  છેલ્લાં પાંચ
વર્ષથી પેન્ટ્રી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની નોકરી અમદાવાદ-ચેન્નાઇ વચ્ચે દોડતી
હમસફર એક્સપ્રેસમાં છે. ગત બીજી જાન્યુઆરીના રોજ અમદાવાદથી ચૈન્નાઇ જઇ રહ્યા હતા ત્યારે
કોચ નંબર બી ૧૦માં કેટલાંક ફેરિયાઓ ચા-નાસ્તો વેચી રહ્યા હતા.જેથી હીતેને તેમને ટ્રેનમાં
વેચાણ કરવાની ના પાડતા તે ધમકી આપીને મહેમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા. જે બાદ
હિતેન ગાંધી ચેન્નાઇથી અમદાવાદ પરત આવી રહ્યા હતા ત્યારે નફીસ
, રાજા અને રઇશ નામના
ફેરિયાઓએ ટ્રેનમાં આવીને હીતેનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં પેન્ટ્રી કાર દ્વારા પેસેન્જરોને ચા-નાસ્તો
કે જમવાનું આપવાનો નિયમ છે. પરંતુ
,
ફેરિયાઓ અનેકવાર દાદાગીરી કરતા જોવા મળે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *