ધો-10 અને 12 વિજ્ઞાન પ્રવાહના ફેબ્રુઆરી-2025ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જ્યારે સામાન્ય પ્રવાહની 2 ડિસે.થી 9 ડિસે. કરવામાં આવી છે. જે પછી પણ આવેદનપત્રો લેઈટ ફી સાથે ભરી શકાશે.
ધો-10 અને 12 વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ 6 ડિસે. બાદ 7 ડિસે. થી 22 ડિસે સુધી ભરી શકશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં 10 ડિસે. થી 12 ડિસે. સુધી લેઈટ ફી રૂ. 250, બીજા તબક્કામાં 13 ડિસે. થી 22 ડિસે. સુધી લેઈટ ફી રૂ.300 અને ત્રીજા તબક્કામાં 23 ડિસે.થી 24 સુધીમાં રૂ.350 લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકશે.