બનાવટી દસ્તાવેજો અને બોગસ આઇડી પ્રુફ્ના આધારે ભારતીય પાસપોર્ટમાં ચેડા કરવાના કરવાના કેસમાં નેપાળી નાગરિક ગત બહાદુર દેવીરામને શરતી જામીન આપતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી.સુથારે બનાવટી દસ્તાવેજો અને બોગસ આઇડી પ્રુફ્ના આધારે ભારતીય પાસપોર્ટમાં ચેડા કરવાના કરવાના કેસમાં એક નેપાળી નાગરિકને શરતી જામીન આપતા ગુજરાત હાઇકોર્ટે જામીન ન્યાયશાસ્ત્ર્ર(બેલ જયુરીસપ્રુડન્સ)ના સિધ્ધાંતને ટાંકતાં જણાવ્યું હતું કે, જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં પાસપોર્ટ એકટ હેઠળ જરૂરી પરવાનગી બાકી હોવાથી ટ્રાયલના નિષ્કર્ષમાં સમય લાગે તેમ હોવાથી ત્યાં સુધી અરજદારને જેલમાં રાખવો એ પ્રિ-ટ્રાયલ કન્વીકશન (કેસ ચાલ્યા પહેલાની સજા) કહેવાશે. તેથી શરતી જામીન પર મુકત કરવામાં આવે છે. બનાવટી દસ્તાવેજો અને બોગસ આઇડી પ્રુફ્ના આધારે ભારતીય પાસપોર્ટમાં ચેડાં કરવાના કરવાના કેસમાં પકડાયેલા નેપાળી નાગરિક જગત બહાદુર દેવીરામ દ્વારા કરાયેલી જામીન અરજીમાં હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદારે સૂરજસિંગ દેવીરાજના નામના દસ્તાવેજોના આધારે ફ્રોડ કરી ભારતીય પોસપોર્ટમાં ચેડાં કરવાનો આરોપ છે. પરંતુ સમગ્ર કેસમાં તપાસ પૂરી થઇ ગઇ છે અને ચાર્જશીટ ફાઇલ થઇ ગયુ છે. હવે આરોપી પાસેથી બીજું શોધવાનું કે રિકવર કરવાનું રહેતુ નથી. પ્રસ્તુત કેસમાં તપાસનીશ એજન્સીએ પાસપોર્ટ એકટની કલમ-15 મુજબ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે પરંતુ આવી કોઇ અધિકૃત મંજૂરી મેળવ્યા વિના જ પોલીસે કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધુ છે.