29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: કથિત પત્રકારે સેટેલાઇટના વૃદ્ધને મકાનનો કબજો અપાવવાનું કહીને 3.95 લાખ પડાવ્યા

Ahmedabad: કથિત પત્રકારે સેટેલાઇટના વૃદ્ધને મકાનનો કબજો અપાવવાનું કહીને 3.95 લાખ પડાવ્યા


સેટેલાઇટના અશોકનગર ખાતે 62 વર્ષીય દીપકભાઇ ગાંધી રહે છે. તેમના બે પુત્રો પૈકી દર્શન કેનેડામાં અને વંદીશ અમેરિકામાં રહે છે. વર્ષ 2021માં દર્શનના લગ્ન નિધી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ દીપકભાઇ, તેમના પત્ની અને દીકરો દર્શન કેનેડા રહેવા ગયા હતા.

જો કે, દર્શનની પત્ની નિધી કોઇ કારણોસર કેનેડા રહેવા આવી નહીં અને તે દીપકભાઇના મકાનમાં રહેવા લાગી હતી. વર્ષ 2022માં કેનેડાથી દીપકભાઇ અમદાવાદ તેમના ઘરે આવ્યા ત્યારે પુત્રવધૂ નિધિએ તેમને ઘરમાં પ્રવેશ ન આપીને ઝઘડો કર્યો હતો. દીપકભાઇએ તેમના પરિચીત હાર્દિલ શાહને વાત કરતા તેણે આગમ શાહનો સંપર્ક કરવાનું કહેતા તેને મળ્યા હતા. આગમ શાહે કહ્યું કે, હું પત્રકાર છું અને કલેક્ટર ઓફિસમાં મારે સારી ઓળખાણ છે. કાયદેસરની કાર્યવાહી કરી તમારા મકાનનો કબ્જો તમોને અપાવી દઇશ, તેમ કહીને બીજા દિવસે તેની ઓફિસે મળવા બોલાવ્યા હતા. જ્યાં આગમ શાહે કહ્યુ કે, મકાનનો કબ્જો અપાવવા માટે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે અને તમારૂ કામ થઇ જશે. તમારે તે માટે એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. દીપકભાઇએ તૈયારી દર્શાવતા ટુકડે ટુકડે 3.95 લાખ આગમ શાહને આપ્યા હતા. આગમ શાહે કલેક્ટર કચેરીનો હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો આપી હતી. લાંબો સમય થવા છતાં મકાનનો કબ્જો અપાવવા મામલે આગમ શાહ ગલ્લા તલ્લા કરીને વધુ પૈસા માંગતો હતો. દીપકભાઈ કલેક્ટર કચેરી જઇને હુકમ લેટર અને પૈસા ભર્યાની રસીદો બતાવતા ખોટી હોવાનું સામે આવ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય