28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: વિદ્યાર્થીને ઢોર માર મારનારા શિક્ષક અભિષેક પટેલની પોલીસે કરી ધરપકડ

Ahmedabad: વિદ્યાર્થીને ઢોર માર મારનારા શિક્ષક અભિષેક પટેલની પોલીસે કરી ધરપકડ


અમદાવાદના વટવામાં ગઈકાલે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી હતી, આ ઘટનાને લઈને પોલીસને હવે મોટી સફળતા મળી છે. પોલીસે આ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

મામલો DEO કચેરી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો

તમને જણાવી દઈએ કે ગઈકાલે વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષક અભિષેક પટેલે વિદ્યાર્થીને માર માર્યો હતો અને આ ઘટનાએ ચારે બાજુ ભારે ચર્ચા જગાવી હતી અને મામલો DEO કચેરી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો હતો. ત્યારે હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને વિદ્યાર્થીને માર મારનારા શિક્ષક અભિષેક પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે.

અભિષેક પટેલ છેલ્લા 5 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે

ઉલ્લેખનીય છે કે શિક્ષકે ચાલુ ક્લાસે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ અભિષેક પટેલ છેલ્લા 5 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તે છેલ્લા 1.5 વર્ષથી માધવ સ્કૂલમાં શિક્ષક તરીકે કામગીરી કરી રહ્યો હતો. આ સાથે જ શિક્ષક અભિષેક પટેલ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું તપાસમાં ખૂલ્યું છે. જો કે છેલ્લા 20 વર્ષથી અભિષેક પટેલ અમદાવાદમાં રહેતો હતો. પોલીસે કહ્યું કે સ્કૂલના બાળકોના નિવેદનના આધારે વધુ તપાસ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ આપી આ પ્રતિક્રિયા

અમદાવાદના વટવામાં માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ ન કરી શકાય તેવી છે. તે પછી ખાનગી શાળાના શિક્ષક હોય કે સરકારી શાળાના પણ આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. આ સમગ્ર ઘટના મામલે શિક્ષક સામે પગલાં લેવાયા છે અને આચાર્ય સામે પણ પગલાં ભરાશે. જો કે આ ઘટના બાદ પરિપત્ર બહાર પાડીને રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી કે જો કોઈ આવી ફરિયાદ આવે તો જરૂર તાત્કાલિક પગલાં લેવા.

તમને જણાવી દઈએ કે ઘટના બાદ DEOની ટીમે પણ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના ખુબ જ શરમજનક છે. જો કે માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે અને શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરે તેવી સૂચના આપવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય