શેલાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પુણેના વિધર્મી યુવક સાથે પરિચિત થયો હતો. બાદમાં યુવતી ગોવા ટ્રેકિંગમાં ગઇ ત્યારે યુવક પણ તેને મળવા ત્યાં ગયો હતો. જયાં યુવતીને સિગારેટના ડામ આપ્યા હતા. એટલું જ નહીં વીડિયો કોલ કરીને યુવતીને ન્યુડ કરાવીને તેનુ સ્ક્રીન રેકોર્ડ કરી વાયરલ કરવાની ધમકી આપીને પરિવાર પાસે પૈસા માંગ્યા હતા.
વિધર્મીએ યુવતીને પરિવારને બ્લેકમેઈલ કરવા માટે હાથમાં બ્લેડના ઘા મરાવ્યા હતા. તેમજ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને સિગારેટ પીવા અને મિત્રો સાથે વાત કરવા દબાણ કરતો હતો. આ અંગે માતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ફરિયાદનોંધાવી છે.
શેલામાં રહેતી 45 વર્ષીય મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની 21 વર્ષની પુત્રી ડિસેમ્બર 2023માં ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી અને ગત 29 ડિસેમ્બરે રાતથી ગુમ થઈ ગઈ હતી. બીજા દિવસે તે પરત આવી ત્યારે તેના હાથમાં સિગારેટના ડામ હતા. જે અંગે માતાએ પૂછતા જણાવ્યું હતં કે, સોશિયલ મીડિયા દ્વારા પુનામાં રહેતા શાકિલ અહેમદ ઈબ્રાહીમ સતારકરના સંપર્કમાં આવી હતી. જેથી બંને એકબીજા સાથે ફોન પર વાતો કરવા લાગ્યા હતા અને ગોવા આવી હોવાનું શાકિલ અહેમદને કહેતા તે પણ ગોવા આવ્યો હતો અને ત્યાંથી તેને લઈને પુના ગયો હતો. જ્યાં યુવતી કોઈ વાત ન માને તો તેને સિગારેટના ડામ આપ્યા હતા. જે બાદ શાકિલના સંપર્કમાં રહેવા લાગી હતી અને તેના કહ્યા મુજબ જ વર્તન કરતી હતી. એટલું જ નહીં શાકીબે ન્યુડ થઈને વીડિયો કોલ કરવાનું કહેતા યુવતીએ તેમ કર્યં હતું. શાકિલે તેનુ સ્ક્રીન રેકોર્ડીંગ કરીને યુવતીના પરિવારજનોને ક્યુઆર કોર્ડ મોકલીને ધમકી આપતો હતો કે, જો પૈસા નહીં મોકલો તો વીડિયો વાયરલ કરી દઈશ. એટલુ જ નહીં યુવતીએ નજીકના સંબંધીઓને ક્યુઆર કોર્ડ મોકલીને પૈસા પણ માંગ્યા હતા. તેમજ યુવતીએ શાકિલના કહેવાથી હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી કંટાળીને માતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં શાહિલ એહમદ ઈબ્રાહીમ સતારકર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.