શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાનુ ચિત્ર બહાર આવતા ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસે આખી રાત પાંચ દિવસ નાઇટમાં મેગા કોમ્બિંગ કર્યુ હતુ. જેમાં ડ્રાઇવ દરમ્યાન પોલીસે જૂના ગુનેગારો અને હિસ્ટ્રીશીટર્સના ઘરે પણ તપાસ કરી હતી.
પાંચ દિવસમાં 82508થી વધુ વાહનો ચેક કરીને 7425 મેમો આપીને 52.89 લાખના દંડની વસૂલાત કરીને 3992 વાહનો ડિટેઇન કર્યા હતા. કોમ્બિંગના કારણે ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનુ પરિણામ સામે આવતા આગામી સમયમાં પણ આ પ્રકારે નાઇટ કોમ્બિંગ યોજવામાં આવશે. મહત્વનું છે કે એક દિવસમાં પોલીસે 267 કારને પકડીને તેની કારની બ્લેક ફ્લ્મિ રિમૂવ કરાવીને દંડ ભરાવ્યો હતો . જેમાં સિંધુભવન રોડ પર એક 2 અને એક 4 કરોડની કિંમતની કારને તપાસ કરતા ડોક્યુમેન્ટ ન હોવાથી ડિટેઈન કરાઈ હતી.
જ્યારે 50થી વધુ મોંઘીદાટ કારો કબ્જે કરાઈ છે.