દિવાળી જેવા ખુશીઓના તહેવારમાં આગના બનાવો પણ બનતા હોય છે. ફ્ટાકડા ફેડવાને કારણે ગુજરાતભરમાં આગના બનાવો 300થી વધુ બનાવો બન્યા છે. જેને કારણે ઈમરજન્સી સેવા દિવાળીના રાતે પણ ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યુ હતુ. જ્યારે અમદાવાદ શહેરમાં નાની-મોટા આગ લાગવાના ફાયર વિભાગને 80 કોલ મળ્યા છે.
સૌથી મોટી આગ મિરઝાપુરમાં આવેલા જયહિન્દ કબાડી માર્કેટમાં લાગતા અફરાતફરી મચી ગઇ હતી. તેમજ કબાડી માર્કેટમાં પ્લાસ્ટીક, રબર સહિતની સામગ્રી સામગ્રીથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેથી સ્થાનિકોએ ફાયરવિભાગને કોલ કરતા ફાયરની સૌથી પહેલા પાંચથી વધુ ગાડીઓ પહોચી હતી. પરંતુ ફાયરબ્રિગેડ પહોંચ્યું ત્યાં સુધીમાં તો જૂનાં વાહનોથી લઈ અને દુકાનો સહિતમાં આગ ફેલાઈ ગઈ હતી. તેમજ અડધાથી વધુ કબાડી માર્કેટમાં આગ ફેલાઈ ગઈ હતી. જેથી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરીને કુલ 21 ગાડીઓમાં 70 ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાનો શરૂ કર્યો હતો. જ્યારે 5 લાખ લિટર પાણીનો આખી રાત મારો ચલાવીને સવારે આગ કાબૂમાં લીધી હતી. કબાડી માર્કેટમાં 8 દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. ત્યારે ફ્ટાકડાનો તણખલો દુકાન પર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
શહેરમાં મધ્ય અને પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ આગના 48 કોલ
શહેરમાં દિવાળીના તહેવારમાં ઠેર-ઠેર આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ અને મધ્યભાગમાં સૌથી વધુ આગના 48 કોલ સામે આવ્યા છે.