બીએસસી નર્સિંગ સહિતાના વિવિધ પેરામેડિકલના કોર્સમાં પાંચમા રાઉન્ડમાં વધુ 251 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ 27મી સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પેરામેડિકલના વિવિધ કોર્સમાં મંજુર થયેલી કુલ બેઠકો પૈકી પાંચ રાઉન્ડ બાદ 13,614 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતાં 28,875 બેઠક ખાલી પડી છે.
બીએસસી નર્સિંગ, બી. ફિઝિયોથેરાપી, જી.એન.એમ., એ.એન.એમ., બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, બી. ઓડિયોલોજી કોર્સ ચલાવતી સરકારી સંસ્થાઓ માટે પાંચમો રાઉન્ડ યોજાયો હતો. પાંચમા રાઉન્ડની કાર્યવાહીમાં ચોઈસ ફીલિંગની તક અપાઈ હતી, જેમાં 3,028 જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલિંગ કરી હતી, જેમાં 251 વિદ્યાર્થીઓને નવા પ્રવેશ તરીકે બેઠકો ફળવવામાં આવી હતી. પાંચમા રાઉન્ડની ફળવણી બાદ ઓનલાઇન ફીની ચુકવણી માટે 27 નવેમ્બર સુધીની તક આપવામાં આવી છે.નર્સિંગ અને પેરામેડિકલની 896 સંસ્થાની મંજુર થયેલ 42,489 જેટલી બેઠક સામે 13,363 બેઠકો પર પ્રવેશ ફળવાયો હતો. જ્યારે 2,9126 બેઠકો ખાલી પડી હતી. પાંચમા રાઉન્ડમાં વધુ 251 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા 13,614 જેટલી બેઠકો ભરાઈ છે. જ્યારે 28,875 જેટલી બેઠકો ખાલી પડી છે. આમ, પાંચ રાઉન્ડની કાર્યવાહીના અંતે પણ નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં 29 હજાર જેટલી બેઠકો ખાલી પડી હોવાનું સામે આવ્યું છે.