રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’ દર્શકોનો ફેવરિટ ટીવી શો બની ગયો છે. લોકોને શોની સ્ટોરી એટલી પસંદ છે કે ટીઆરપીની રેસમાં પણ આ શો નંબર 1 રહે છે. છેલ્લા ઘણા દિવસોથી ‘અનુપમા’ વિશે સમાચાર આવી રહ્યા છે કે શોમાં એક લીપ આવવાની છે. જો આમ થશે તો શોમાંથી કેટલાક પાત્રોને હટાવવાની વાત કન્ફર્મ થઈ જશે.શોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે જે મુજબ નિશી સક્સેના શોમાંથી બહાર થવા જઈ રહી છે.
સ્વાભાવિક છે કે રાજન શાહીના આ શોમાં નિશી ડિમ્પીના રોલમાં જોવા મળી રહી છે. જોકે, દર્શકોને ડિમ્પીનું નેગેટિવ પાત્ર બિલકુલ પસંદ નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં, જો તે શોમાંથી બહાર થઈ જાય છે તો કદાચ દર્શકોને તેની અસર નહીં થાય.
આ પાત્રોની સફર થઈ શકે ખતમ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાજન શાહી ફરી એકવાર ‘અનુપમા’માં લીપ લેવાનું વિચારી રહ્યા છે. આ સાથે એક નવી વાર્તા શરૂ થવાની ધારણા છે. જો નવા અપડેટનું માનીએ તો શોમાં 15 વર્ષનો લીપ જોવા મળશે. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના શોમાં રહેશે પરંતુ ડિમ્પી (નિશી સક્સેના), તોશુ (ગૌરવ શર્મા), કિંજલ (નિધિ શાહ), ટીટુ (કુંવર અમર) અને આધ્યા (ઓરા ભટનાગર)ની સફર ખતમ થઈ શકે છે.
વનરાજ અને કાવ્યાએ શો છોડ્યો
‘અનુપમા’માં વનરાજનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડેએ આ શોને અલવિદા કહી દીધું છે. તેના સિવાય કાવ્યાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી અભિનેત્રી મદાલસા શર્માએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ બંને પાત્રો ‘અનુપમા’માં ફરી પાછા ફરશે કે નહીં.
તો બીજી તરફ, ‘અનુપમા’ના સેટ પરથી એક સૂત્રએ જણાવ્યું કે શોમાં એક લીપ આવવા જઈ રહી છે જેના પછી નિશી સક્સેનાનું પાત્ર ખતમ થઈ જશે. સૂત્રે એ પણ જણાવ્યું કે શોમાં ડિમ્પલના પાત્રનું મૃત્યુ થઈ શકે છે ત્યારબાદ વાર્તામાં નવો વળાંક આવશે. જ્યારે અનુપમા શોમાં દગો કરતી જોવા મળશે.
‘અનુપમા’માં બે લીપ આવી ચુક્યા છે
છેલ્લા એપિસોડમાં ડિમ્પીએ તેની સાસુ અનુપમાને શ્રાપ આપ્યો હતો કે અનુપમા તે લોકો સાથે દગો કરશે જેમને તેણે રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. આ તો આવનારા સમયમાં જ ખબર પડશે. હાલમાં નિર્માતાઓએ હજુ સુધી શોમાં આગામી લીપની પુષ્ટિ કરી નથી. જોકે, આ પહેલા ‘અનુપમા’માં બે લીપ આવી ચુક્યા છે જે બાદ સ્ટોરીમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે શોને ટીઆરપીની રેસમાં નંબર 1 રાખવા માટે મેકર્સ કોઈ નવો ફેરફાર કરે છે કે કેમ?