23.2 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, નવેમ્બર 6, 2024
23.2 C
Surat
બુધવાર, નવેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીભારતમાં લોન્ચ થયું YouTube Shopping: જાણો કેવી રીતે કમાણી કરી શકાશે |...

ભારતમાં લોન્ચ થયું YouTube Shopping: જાણો કેવી રીતે કમાણી કરી શકાશે | after us and South Korea YouTube shopping launch in India



YouTube Shopping Launch in India: YouTube દ્વારા હાલમાં જ ભારતમાં એક નવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ YouTube Shopping છે. આ પ્રોગ્રામ સૌથી પહેલાં અમેરિકા અને દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે એ ભારત માં લોન્ચ થયો છે. આ પ્રોગ્રામ મિન્ત્રા અને ફ્લિપકાર્ટ સાથે મળીને શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામની મદદથી કન્ટેન્ટ ક્રિએટર્સ હવે તેમના વીડિયોમાં પ્રોડક્ટને ટેગ કરી શકશે. આ લિંક દ્વારા જ્યારે કોઈ વ્યક્તિ ખરીદી કરશે ત્યારે કન્ટેન્ટ ક્રિએટર્સને તેના પર કમિશન મળશે.

શું છે શરતો?

આ શોપિંગ પ્રોગ્રામ મ્યુઝિક ચેનલ, ઓફિશિયલ આર્ટિસ્ટ ચેનલ અથવા તો મ્યુઝિક પાર્ટનર્સ માટે નથી. કિડ્સ માટેની જે પણ ચેનલ હશે તે પણ આ પ્રોગ્રામનો ફાયદો નહીં ઉઠાવી શકે. આ માટે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર્સના દસ હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈશે. જો હોય તો તેમણે એક સરળ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવી પડશે. ત્યાર બાદ તેઓ વીડિયોમાં પ્રોડક્ટને ટેગ કરી શકશે. કેટલું કમિશન મળશે તે કન્ટેન્ટ ક્રિએટર્સને ટેગ કરવા વખતે જ દેખાડવામાં આવશે. આ સાથે જ એક વીડિયોમાં વધુમાં વધુ 30 આઇટમને ટેગ કરી શકાશે.

કેવી રીતે જોઈ શકશે યુઝર?

કન્ટેન્ટ ક્રિએટર્સ જ્યારે વીડિયોમાં પ્રોડક્ટને ટેગ કરશે ત્યારે યુઝર્સ તેમને વીડિયો ના ડિસ્ક્રીપ્શન અથવા તો પ્રોડક્ટ સેકશનમાંથી જોઈ શકશે. એક સિંગલ ક્લિકથી યુઝરને સીધા જે-તે વેબસાઇટના પેજ પર અથવા તો એપ્લિકેશન પર લઈ જવામાં આવશે. ત્યાંથી યુઝર ખરીદી કરી શકે છે. આ સાથે જ ક્રિએટર્સ જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હોય ત્યારે પણ પ્રોડક્ટને પિન કરી શકશે.

શું YouTube Shoppingને મળશે સફળતા?

YouTube Shoppingને સફળતા મળશે એની શક્યતાઓ વધુ છે. 2023માં શોપિંગને લગતા કન્ટેન્ટને લોકોએ 30 બિલિયન કલાક કરતાં વધુ સમય માટે જોયા છે. આથી યૂઝર્સને વીડિયો જોતા-જોતા શોપિંગ કરવાની સગવડ મળી જાય એનું સફળતા મળશે. આ સાથે જ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ કમાણી થશે અને તેઓ આ પ્રકારના વીડિયો વધુ બનાવશે. આથી YouTube થી લઈને શોપિંગ વેબસાઇટ અને કન્ટેન્ટ ક્રિએટર્સથી લઈને યૂઝર્સ સુધી, દરેકને ફાયદો છે.

આ પણ વાંચો: ઇન્ટરનેશનલ ફ્રોડ કોલ્સ માટે સરકારની નવી સિસ્ટમ: 24 કલાકમાં 90% રિઝલ્ટ

YouTube Shopping માટે સાઇન-અપ કેવી રીતે કરશો?

જે યૂઝર્સના સબ્સ્ક્રાઇબર્સ દસ હજારથી વધુ હોય તેઓ YouTube સ્ટુડિયો દ્વારા આ પ્રોગ્રામમાં જોડાઈ શકે છે. આ માટે લોગ ઇન કર્યા બાદ ડાબી બાજુના મેનુમાં જઈને Earn પર ક્લિક કરીને પ્રોગ્રામમાં Join Now પર ક્લિક કરવું. આટલું કરતાની સાથે યૂઝર આ પ્રોગ્રામમાં જોડાઈ જશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય