રાજકોટની ઘટના બાદ જાગ્યુ તંત્ર, શાળાઓએ સવારના સમયમાં કર્યો ફેરફાર

0

[ad_1]

  • કડકડતી ઠંડીના કારણે શાળાઓએ સમયમાં ફેરફાર કર્યો
  • સ્કૂલમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ લેવાયો નિર્ણય
  • સ્કૂલની બહાર સમયના ફેરફાર અંગેની નોટિસ લગાવામાં આવી

રાજકોટની ઘટના બાદ તંત્ર જાગ્યુ છે. જેમાં શાળાઓએ સવારના સમયમાં ફેરફાર કર્યો છે. તેમાં કડકડતી ઠંડીના કારણે શાળાઓએ અડધા કલાકનો ફેરફાર કર્યો છે. જેમાં રાજકોટની જસાણી સ્કૂલમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ સ્કૂલે સમયમાં ફેરફાર કર્યો છે. સ્કૂલની બહાર સમયના ફેરફાર અંગેની એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ મૃતકની માતા દ્વારા ઠંડીના કારણે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

ગ્રાન્ટેડ શાળાઓ સમય ફરજિયાત સવારે 11થી 5નો કરવાનો આદેશ

રાજ્ય સરકાર પગલા લઈ શકે છે. જેમાં વિદ્યાર્થીનીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. વિદ્યાર્થિનીના મૃત્યુને લઈને રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર આ મામલે પગલા લઈ શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર થયા બાદ વિવાદ થાય તે નવું નથી. આવા વિવાદ અનેકવાર થઈ ચૂક્યા છે અને તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ પરિપત્ર મુજબ ગ્રાન્ટેડ શાળાઓ સમય ફરજિયાત સવારે 11થી 5નો કરવાનો આદેશ કરતાં વિવાદ સર્જાયો છે.

રાજ્યમાં આવેલી 7620 ગ્રાન્ટેડ શાળાઓને સીધી અસર

શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7 હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાઓને સીધી અસર થશે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સમય બદલવા મામલે વિવાદ સર્જાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓના સમય ફેરફાર કરતાં સંચાલકો રોષે ભરાયા છે. એક પરિપત્ર મારફતે તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવાર પાળીને બદલે ફરજીયાત બપોરનો કરવાનો આદેશ કર્યો છે. આ પરિપત્રને કારણે રાજ્યમાં આવેલી 7620 ગ્રાન્ટેડ શાળાઓને સીધી અસર થઈ છે. બીજીતરફ આ પરિપત્રને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ
વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ ગ્રાન્ટેડ શાળાઓ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવવા આદેશ કર્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *