15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાTrump Cabinetના સભ્યો બાદ હવે ડેમોક્રેટિક સાંસદોને પણ બોમ્બની ધમકી મળતા ખળભળાટ!

Trump Cabinetના સભ્યો બાદ હવે ડેમોક્રેટિક સાંસદોને પણ બોમ્બની ધમકી મળતા ખળભળાટ!


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના નામાંકિત સભ્યો બાદ હવે કનેક્ટિકટના 4 ડેમોક્રેટિક સાંસદોને પણ બોમ્બની ધમકી મળ્યા બાદ આંચકો લાગ્યો છે. એફબીઆઈ એક્શનમાં આવી અને મામલાની તપાસ શરૂ કરી.

ડેમોક્રેટિક સાંસદોને બોમ્બની ધમકી મળતા તપાસનો ધમધમાટ

અમેરિકન ડેમોક્રેટિક નેતાઓ અને ધારાશાસ્ત્રીઓને બોમ્બની ધમકીઓની શ્રેણી ધીમી પડી રહી હોય તેવું લાગતું નથી. માત્ર એક દિવસ પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના ઘણા નામાંકિત સભ્યોને બોમ્બની ધમકીઓ મળી હતી અને હવે કનેક્ટિકટના ઓછામાં ઓછા ચાર ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્યોને ગુરુવારે તેમના ઘરોને બોમ્બની ધમકીઓ મળી છે. જેના કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FBI) આ તમામ કેસની તપાસ કરી રહી છે. 

ધાકધમકીનાં નવા કિસ્સાઓથી FBI પણ આશ્ચર્યચકિત છે. આ વખતે ડેમોક્રેટિક સાંસદો અને તેમની ઓફિસે જ બોમ્બની ધમકી મળવાની માહિતી આપી છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો જિમ હિમ્સ, જો કર્ટની, જોન લાર્સન અને જહાના હેયસે ધમકીઓ મળવાની માહિતી શેર કરી છે. જો કે, પોલીસે કહ્યું કે અત્યાર સુધી તેમને સાંસદોની સંપત્તિ પર વિસ્ફોટક સામગ્રી સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી. રાજ્યના પ્રતિનિધિ સભાના પાંચમા ડેમોક્રેટિક સભ્ય રોઝા ડેલૌરો અને કનેક્ટિકટના બે ડેમોક્રેટિક પાર્ટી સેનેટરોને પણ ધમકીઓ મળી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. FBI સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બોમ્બની ધમકીઓ મળવાનું યથાવત

આના એક દિવસ પહેલા, માહિતી પ્રકાશમાં આવી હતી કે કેબિનેટ સ્તરના ઘણા નામાંકિત અને અમેરિકામાં ઉચ્ચ વહીવટી પદો પર નિયુક્ત લોકો અને તેમના પરિવારના સભ્યોને બોમ્બ ધડાકાની સમાન ધમકીઓ મળી હતી. જેની એફબીઆઈ તપાસ કરી રહી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ આ ધમકીઓ સામે કાર્યવાહી કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય