ભુજ: ભુજના કોડકી ચોકડી પાસે થોડા સમય પહેલા બે યુવાનો અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા બાદ આખરે તંત્રએ મોડે મોડે પણ આ જગ્યાએ બમ્પ બેસાડીને માનવતા દાખવી છે.
થોડા દિવસો પૂર્વે જેષ્ઠાનગરના ત્રણ યુવાનો ત્રીપલ સવારી કામધંધાર્થે જઈ રહ્યા હતા ત્યારે કાર શો રૂમની ડેમો કારના ચાલકે બાઈકને ટકકર મારતા બે યુવાનોના મોત થયા હતા જયારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવવાળી જગ્યાએ બમ્પ ન હોવાથી અકસ્માત સર્જાયાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે, આ ચોકડીવાળી જગ્યાએ આખરે તંત્ર દ્વારા આજરોજ બમ્પ લગાવાયા હતા. દિવસ દરમિયાન બમ્પ લગાડવાની કામગીરી થયા બાદ આ વિસ્તારના રહીશોએ પણ હાશકારો અનુભવ્યો છે.