છટણી બાદ ઝોમેટો હવે ફરી કરી રહ્યું છે કર્મચારીઓની ભરતી

0

[ad_1]

Updated: Jan 27th, 2023


– ઝોમેટોમાં ચીફ ઓફ સ્ટાફથી લઈને સીઈઓના પદ માટે ભરતી  

– ગોયલે ઉમેદવારને 24×7 કામ કરવા અને વર્ક લાઈફ બેલેન્સને ભૂલી જવા કહ્યું  

– કંપની લગભગ અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં 800 પોસ્ટની ભરતી કરી રહી છે

નવી દિલ્હી,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર

ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો હવે છટણી બાદ ફરી કર્મચારીઓની ભરતી કરી રહી છે, પરંતુ હવે કંપનીને એવા લોકોની જરૂર છે જે 24 કલાક અને સાત દિવસ કામ કરી શકે અને વર્ક લાઇફ બેલેન્સ ભૂલી શકે. કંપનીએ થોડા દિવસો પહેલા તેના ૩ ટકા કર્મચારીઓને બરતરફ કર્યા હતા અને હવે તે નવેસરથી ૮૦૦ પોસ્ટ્સ પર ભરતી કરી રહ્યા છે.

ઝોમેટોમાં આ ભરતી અલગ-અલગ પોસ્ટ પર થઈ રહી છે. ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલે પોતાની લિંક્ડઇન પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે કંપની લગભગ અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં 800 પોસ્ટની ભરતી કરી રહી છે, પરંતુ નોકરી સાથે જોડાયેલી એક શરતે લોકોને ચોંકાવી દીધા છે.

કંપનીએ નવી નોકરી માટે આ શરત રાખી છે

દીપિંદર ગોયલે કંપનીમાં એક પોસ્ટ વિશે કહ્યું કે, ઉમેદવારે વર્ક લાઇફ બેલેન્સ ભૂલી જવું જોઇએ. ચીફ ઓફ સ્ટાફથી લઈને સીઈઓના પદ માટે ભરતી કરી રહેલા ગોયલે ઉમેદવારને 24×7 કામ કરવા અને વર્ક લાઈફ બેલેન્સને ભૂલી જવા કહ્યું હતું. ઝોમેટોના ફાઉન્ડરે વધુમાં જણાવ્યું હતું કે, આ 24×7 જોબ છે અને તેમાં કર્મચારીની વર્ક લાઇફ બેલેન્સ માનસિકતા કામ નહીં કરે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *