બોટાદમાં યુવકનું ખૂન કરી હત્યારા મિત્રોએ લાશ જમીનમાં દાંટી દીધી

0

[ad_1]

Updated: Jan 20th, 2023

– જેસીબીની મદદથી હાડકાના અવશેષો શોધી કઢાયા

– માર ખવડાવ્યાની શંકામાં 3 શખ્સે મિત્રનું ઢીમ ઢાળી દીધું, એક જ વિસ્તારમાં રહેતા મિત્રો દારૂની લત ધરાવતા હતા

બોટાદ : બોટાદ શહેરના હરણફુઈ વિસ્તારમાં રહેતા એક યુવાનનું તેના જ મિત્રોએ ઠંડા કલેજે હત્યા કરી નાંખ્યા બાદ લાશને અવાવરૂ જગ્યામાં દાટી દીધી હતી. મિત્રોના હાથે મોત ભાળનારા યુવાનના હાડકાના અવશેષો મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને મૃતકના ભાઈએ ત્રણ હત્યારા શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

બોટાદ જિલ્લામાં ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી માહિતી અનુસાર બોટાદ શહેરના હરણફુઈ, નવહથ્થા હનુમાનજી મંદિર પાસે રહેતા વિજયભાઈ મહેન્દ્રભાઈ અબાસણા નામના યુવાને તેના મિત્ર હસમુખ ઉર્ફે મુન્નો ટાવર વનાળિયાને મુન્ના ખોખર નામના શખ્સ પાસે માર ખવડાવ્યો હોય તેવી શંકા રાખી હસમુખ ઉર્ફે મુન્નો ટાવર વનાળિયા, ભાવેશ ધનાભાઈ પગી અને જીતુ લવજીભાઈ પરમાર (રહે, ત્રણેય હરણફુઈ, નવહથ્થા હનુમાનજી સામે, બોટાદ) નામના શખ્સોએ ગત તા.૧૬-૧૨ની સાંજના ૭-૩૦ પછીના કોઈપણ સમયે ગુનાહિત કાવતરૂ રચી યુવાન વિજયભાઈને નવહથ્થા હનુમાન મંદિરથી ભાવનગર રોડ, એન્જોય પાર્ટ સુધી જતા કાચા રસ્તે ભોડાની વાડી પાસે આવેલ બીજા નંબરના ડેમની ગટરની નદી પાસે તટ નજીક લઈ જઈ કોઈપણ હથિયાર વડે માર મારી હત્યા કરી નાંખી ખૂનના ગુનાને છુપાવવા માટે નવહથ્થા હનુમાનજી મંદિર આસપાસની અવાવરૂ જગ્યામાં વિજયભાઈનો મૃતદેહ દાટી દીધો હતો. દરમિયાનમાં પાણી ભરેલા વોકળા પાસેથી માનવ અવશેષો મળી આવ્યા હોવાની જાણ થતાં બોટાદ પોલીસે દોડી જઈ જેસીબીની મદદથી મૃતક યુવાનના હાડકા બહાર કાઢ્યા હતા. જેના પરથી કહીં શકાય કે હત્યા ઘણાં દિવસો પહેલા કરવામાં આવી છે.

બનાવ અંગે મૃતકના ભાઈ કિરણભાઈ મહેન્દ્રભાઈ અબાસણા (ઉ.વ.૨૪, રહે, હરણફુઈ, નવહથ્થા હનુમાન સામે, બોટાદ)એ ભાઈના હત્યારા મિત્રો હસમુખ ઉર્ફે મુન્નો ટાવર વનાળિયા, ભાવેશ ધનાભાઈ પગી અને જીતુ લવજીભાઈ પરમાર વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ત્રણેય શખ્સ સામે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૨૪, ૧૨૦ (બી) સહિતની કલમો હેઠળ ગુનો હત્યારા શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વધુમાં હત્યારા અને મૃતક ચારેય જણ મિત્રો હોય અને સાથે દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જ્યારે હત્યારા શખ્સો ઝડપાયા બાદ યુવાનની કેવી રીતે હત્યા કરાઈ ? મૃતદેહને સળગાવી નાંખવામાં આવ્યો હતો કે ખૂન કરી લાશને દાટી દેવાઈ હતી ? તે સહિતની ચોંકવનારી બાબતો બહાર આવી શકે તેમ છે.

16 મી ડિસેમ્બરથી યુવાન લાપતા હતો

બોટાદ જિલ્લામાં યુવાનની હત્યા બાદ લાશને દાટી દેવામાં આવતા મૃતકના હાડકાના અવશેષો મળી આવ્યાની ચકચારી ઘટનામાં મૃતક યુવાન વિજયભાઈ ગત ૧૬મી ડિસેમ્બરની સાંજથી જ લાપતા હતો. પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ વિજયભાઈ ગુમ થયા અંગેની પોલીસમાં જાહેરાત પણ આપી હતી. યુવાન ગુમ થયાના એક માસ બાદ તેના અવશેષો મળી આવતા પ્રાથમિક દ્રષ્ટીએ માર ખવડાવ્યાની દાઝ રાખી ત્રણ મિત્રોએ હત્યાને અંજામ આપ્યાનું બહાર આવ્યું છે. જ્યારે પોલીસની આગળની તપાસમાં ચકચાર હત્યા કેસમાં નવા ખુલાસા થશે તેવી હાલ જણાઈ રહ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *