દ્રવિડ બાદ તેનો પુત્ર પણ બન્યો કેપ્ટન, પસંદ કર્યો ધોનીનો રસ્તો

0

[ad_1]

  • ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડના બંને પુત્રોએ કર્યો કમાલ
  • ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટમાં કર્ણાટક ટીમનો કેપ્ટન બન્યો અન્વય દ્રવિડ
  • મોટો પુત્ર સમિતે અંડર-14માં બેવડી સદી ફટકારી છે

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન, વિકેટકીપર અને કેપ્ટન તરીકે રમ્યો હતો. હાલ તે ટીમ ઈન્ડિયાનો કોચ છે. હવે તેનો નાનો પુત્ર અન્વય દ્રવિડ પણ તેના પગલે ચાલ્યો છે. તેને કર્ણાટક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 2 દિવસીય ટૂર્નામેન્ટ 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.

દ્રવિડના બંને પુત્રો ક્રિકેટર

રાહુલ દ્રવિડ તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે. તે ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન, વિકેટકીપર અને કેપ્ટન તરીકે રમ્યો છે. હાલમાં તે ટીમનો કોચ છે. તેમના બંને પુત્રો તેમના પગલે ચાલી રહ્યા છે અને ક્રિકેટર છે. નાના પુત્રએ કમાલ કરતા તેમની જેમ ટીમની કમાન હાંસલ કરી છે. અન્વય દ્રવિડને અંડર-14 ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટ માટે કર્ણાટક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટની મેચો કેરળમાં 23 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની છે. ટુર્નામેન્ટમાં બે દિવસીય મેચો રમાવાની છે. દ્રવિડનો મોટો પુત્ર સમિત પણ ક્રિકેટર છે અને તેણે અંડર-14 સ્તર પર બેવડી સદી પણ ફટકારી છે.

રાહુલ દ્રવિડ-MS ધોનીના રસ્તે ‘અન્વય’

અન્વયમાં તેણે તેના પિતા રાહુલ દ્રવિડ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન MS ધોનીનો રસ્તો પસંદ કર્યો છે. ટીમનો કેપ્ટન હોવા ઉપરાંત તે વિકેટકીપર પણ છે. દ્રવિડ લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે વિકેટકીપર તરીકે પણ રમ્યો હતો. જ્યારે ધોનીએ પણ વિકેટકીપર તરીકે શરૂઆત કરી અને પછી કેપ્ટન તરીકે ઘણા રેકોર્ડ બનાવ્યા. ધોનીની આગેવાનીમાં ભારતે ODI અને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે અન્વય વિકેટ કીપર કેપ્ટન તરીકે મેદાન પર સારું પ્રદર્શન કરવા આતુર છે.

દ્રવિડ ટીમ ઈન્ડિયાને તાલીમ આપવામાં વ્યસ્ત

જ્યારે અન્વય દ્રવિડ મેદાન પર કેપ્ટન તરીકે રમશે ત્યારે તેના પિતા રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાને તાલીમ આપવાનું ચાલુ રાખશે. ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ODI શ્રેણી રમી રહી છે. બીજી મેચ 21મીએ રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ ODI 24મી જાન્યુઆરીએ રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ પછી, ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી માટે એકત્ર થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.

વિકેટકીપર તરીકે દ્રવિડે ODIમાં 73 મેચ રમી

રાહુલ દ્રવિડે વિકેટકીપર તરીકે ODIમાં 73 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 44ની એવરેજથી 2,300 રન બનાવ્યા હતા જેમાં 4 સદી અને 14 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 145 રન રહ્યો હતો. કેપ્ટનશિપની વાત કરીએ તો દ્રવિડે 25 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું. જેમાં 8માં જીત જ્યારે 6માં હાર મળી હતી. જો આપણે ODI રેકોર્ડ પર નજર કરીએ તો દ્રવિડે 79 મેચમાં કેપ્ટનશિપ કરી હતી જેમાં ભારતે 42 મેચ જીતી અને 33માં હારનો સામનો કરવા પડ્યો હતો. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *