અલોવેરા લગાવ્યા બાદ સાબુથી ચહેરો ધોવો કેટલો યોગ્ય? જાણો ઉપયોગની રીત

0

[ad_1]

  • અલોવેરા લગાવ્યા બાદ સાબુ કે ફેસવોશ ન કરો યૂઝ
  • સર્ક્યુલર મોશનમાં જેલને ચહેરા પર ઘસવાથી સ્કીન રહેશે ટાઈટ
  • જેલ ધોયા બાદ સ્કીન પર મોઈશ્ચરાઈઝરનો કરો ઉપયોગ

સ્કીનને હેલ્ધી રાખવા માટે અને વધતી ઉંમરની અસર ઘટાડવા માટે, ખીલની સમસ્યા દૂર કરવાની સાથે સ્કીનને હાઈડ્રેટ રાખવા માટે અલોવેરા જેલને કમાલની માનવામાં આવે છે. એલોવેરા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણનો ખજાનો હોય છે. તેનાથી સ્કીનની સાથેની અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. પરંતુ અલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અનેક લોકો જાણતા નથી. આ સિવાય અલોવેરા લગાવ્યા બાદ ફેસવોશ યૂઝ કરવું કે નહીં તેને લઈને પણ લોકો પૂરતા માહિતગાર નથી.

અલોવેરા લગાવ્યા બાદ સાબુ કે ફેસવોશ ન કરો યૂઝ

અલોવેરા લગાવ્યા બાદ ચહેરા પર સાબુ કે ફેસવોશનો ઉપયોગ કરવો નહીં. તેનાથી ચહેરાનું પીએચ લેવલ બગડે છે. સાથે જ અલોવેરાથી મળનારા ફાયદા પર પણ અસર પડે છે. અલોવેરા સ્કીનને નેચરલી સાફ કરે છે. આ માટે સાબુથી ચહેરો ધોવાની કોઈ જરૂર નથી હોતી. સારું એ રહેશે કે નોર્મલ પાણીથી ચહેરો પણ ધોઈ શકે છે. સાથે જ ચહેરો ધોયા બાદ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. ક્રીમ નહીં તો તેની જગ્યાએ નારિયેળ તેલનો યૂઝ પણ કરી શકાય છે. જો તમારી સ્કીન ડ્રાય છે તો તમે અલોવેરાનો યૂઝ કરવો. શિયાળામાં તેને યૂઝ કરવાથી અનેક લાભ મળે છે. નવા વર્ષમાં હેલ્ધી સ્કીન માટે અલોવેરા જેલને યૂઝ કરશો તો તમને ફાયદો થશે.

જાણો અલોવેરા જેલ લગાવવાની યોગ્ય રીત

  • અલોવેરા જેલ લગાવતા પહેલા ચહેરાને ધોઈ લેવો જરૂરી છે.
  • આ પછી તાજી જેલ લો અને તેને ચહેરા પર લગાવો.
  • જેલથી ચહેરાની સર્ક્યુલર મોશનમાં મસાજ કરો.
  • 20-25 મિનિટ માટે તેને ફેસ પર રહેવા દો.
  • આ પછી નોર્મલ પાણીથી ફેસ વોશ કરો. મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં.
  • સૌથી સારી રીત એ છે કે રાતે સૂતા પહેલા અલોવેરા જેલનો ઉપયોગ કરવો અને સવારે ચહેરો ધોઈ લો.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *