54 ઈનિંગ બાદ રોહિતે ફટકારી સદી, પોન્ટિંગના રેકોર્ડની કરી બરાબરી

0


  • રોહિતે વનડે કરિયરમાં 30 શતક કર્યા પૂરા
  • રોહિત- પોન્ટિંગે વન ડેમાં બનાવ્યા 30 શતક
  • શતક બનાવ્યા બાદ 101 રને રોહિત થયો આઉટ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે બે વર્ષ બાદ વનડેમાં સદી ફટકારી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત લાંબા સમયથી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ઈન્દોર આવતાની સાથે જ તેણે આ ખામી દૂર કરી. રોહિતે આ મેદાન પર ટી-20માં પણ સદી ફટકારી હતી. દોઢ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતની આ પ્રથમ સદી છે. તેણે અગાઉ સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી 54 ઈનિંગ્સ સુધી તેણે એક પણ સદી ફટકારી નથી. આજે રોહિતે 83 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

 

શુભમન ગિલે પણ રમી શાનદારી ઈનિંગ

રોહિતે 19 જાન્યુઆરી 2020 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં તેની છેલ્લી સદી ફટકારી હતી. આજે ફરી એકવાર તેણે સદી ફટકારી. આ સાથે રોહિતે વનડે કરિયરમાં પોતાની 30 સદી પૂરી કરી લીધી છે. આ દરમિયાન રોહિતના પાર્ટનર શુભમન ગિલે પણ શાનદાર ઈનિંગ રમી હતી. સદીની નજીક આવતા બંને વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી અને રાહ જોવામાં આવી રહી હતી કે કોણ પહેલા સદી પૂરી કરશે. જોકે રોહિતે પહેલા સદી પૂરી કરી હતી.

પોન્ટિંગની કરી બરાબરી

હાલમાં રોહિતની બેટિંગ પર સવાલો ઉઠી રહ્યા હતા. તે રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ખાસ કરીને સીમિત ઓવરોમાં તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ્સ આવતી ન હતી. રોહિતે આ મેચમાં પોતાની ODI કારકિર્દીની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. અગાઉ 2018માં તેણે ઈંગ્લેન્ડ સામે 82 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે રોહિતે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. આ બંનેના નામે હવે વનડેમાં 30-30 સદી છે.

સદી પૂરી કરતાં જ રોહિત થયો આઉટ

જોકે રોહિત સદી પૂરી કર્યાના થોડા સમય બાદ આઉટ થઈ ગયો હતો. રોહિતે આ મેચમાં 85 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેણે ગિલ સાથે 212 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. 2019 વર્લ્ડ કપ પછી વનડેમાં પ્રથમ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *