બોલિવૂડના પોપ્યુલર કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. ત્યારે ફરી એકવાર આ બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. જે જોઇને લોકો કહી રહ્યા છે કે અદિતિ અને સિદ્ધાર્થે બીજી વાર લગ્ન કર્યા.
બીજી વખત કર્યા લગ્ન !
આ તસવીરોમાં બંનેનો રોયલ લુક જોવા મળી રહ્યો છે. શાહી અંદાજમાં લગ્ન કર્યા હોવાનું તસવીરો પરથી જાણવા મળી રહ્યુ છે. બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. મહત્વનું છે કે
16 સપ્ટેમ્બરે બંનેએ 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન તે ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી. હવે રાજસ્થાનના અલીલા ફોર્ટ બિશનગઢમાં રોયલ વેડિંગની તસવીરો સામે આવી છે. અદિતિ રાવ હૈદરીએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
હવે સવાલ એ છે કે આ બંનેએ બીજી વાર લગ્ન કર્યા છે કે પછી ફક્ત બ્રાઇડલ ફોટોશૂટ છે ?આ બાબતે કોઇ સચ્ચાઇ જાણી શકાઇ નથી. ફેન્સ પર આ ફોટોસને જોઇને ઉત્સાહિત છે કે તેમણે બીજી વાર લગ્ન કર્યા કે શું. જો કે એક વાત તો છે કે, આ ખાસ પ્રસંગની જે તસવીરો સામે આવી છે તેમાં પરિવારનો કોઈ સભ્ય જોવા મળ્યો ન હતો.
અદિતિ-સિદ્ધાર્થના લગ્ન શાહી અંદાજમાં
અદિતિ રાવ હૈદરીએ લાલ રંગનો લહેંગો પહેર્યો છે. અદિતિએ માથા પટ્ટી, નોઝ રિંગ અને હેવી જ્વેલરી સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. જ્યારે સિદ્ધાર્થ ક્રીમ રંગની શેરવાની અને મોતીની માળા પહેરેલો જોવા મળે છે. બંનેએ ખેતરોની વચ્ચે બ્રાઈડલ ફોટોશૂટ પણ કરાવ્યું છે. રાજસ્થાનમાં અદિતિ-સિદ્ધાર્થના લગ્નની તસવીરો નવી છે કે જૂની? આ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. પરંતુ ચાહકો ફરીથી બંનેને અભિનંદન આપી રહ્યા છે. તસ્વીરોમાં કપલ લગ્નની વિધિઓ પણ કરતા જોવા મળે છે. બંનેએ એકબીજાને હાર પહેરાવતા જોવા મળી રહ્યા છે. લાગી રહ્યુ છે કે સિદ્ધાર્થ અને અદિતિના આ ડ્રિમ વેડિંગ હશે.
ફેન્સ પણ ચોંકી ગયા
આ તસવીરો જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે. દરેક વખતે કપલ ગુપ્ત રીતે લગ્ન કરે છે અને પછી તસવીરો શેર કરવામાં આવે છે. બે મહિના પહેલા પણ અભિનેત્રીએ તેના પૂર્વજો દ્વારા બનાવેલા મંદિરમાં લગ્ન કર્યા હતા. સાદગી પૂર્વકના લગ્ન કરવા બદલ તેમના વખાણ પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે અદિતિ-સિદ્ધાર્થે આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં લગ્ન કરી લીધા. હવે તે બીજી વખત સિદ્ધાર્થની દુલ્હન બની છે. વાસ્તવમાં બંનેના આ માત્ર બીજા લગ્ન છે. પહેલો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા. 2021 થી સાથે હતા, 2024 માં લગ્ન કર્યા.