અભિનેત્રી રાખી સાવંતની માતાનું મુંબઈમાં નિધન

0

[ad_1]

  • રાખી સાવંતની માતા જયા સાવંતને બ્રેઈન ટ્યુમરની બિમારી હતી
  • મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
  • રાખીના પતિ આદિલ દુર્રાનીએ જયા સાવંતના નિધનની પુષ્ટિ કરી છે

અભિનેત્રી રાખી સાવંતની માતા જયા સાવંતનું બ્રેઈન ટ્યુમરની સારવાર દરમિયાન શનિવારે અવસાન થયું હતું. તેમને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી રાખી સાવંત પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતની માતાના નિધનથી અભિનેત્રીના ચહેરા પરની ખુશી ક્ષણભરમાં ઉદાસીમાં ફેરવાઈ ગઈ છે.

રાખી સાવંતની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તેમનું નિધન થયું હતું. રાખી પોતાની બીમાર માતા વિશે ઘણી અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રાખી સાવંતની માતાએ બ્રેઈન ટ્યુમર અને કેન્સર સામે લડ્યા બાદ આજે અંતિમ શ્વાસ લીધા જેઓ નથી જાણતા તેમના માટે થોડા દિવસો પહેલા રાખી સાવંતે એક ઈમોશનલ વીડિયો અપલોડ કર્યો હતો. જ્યાં તેણે ચાહકોને તેની માતાની તબિયત અંગે અપડેટ આપી હતી. રાખી સાવંતે શેર કર્યું હતું કે તેની માતા જયાને મગજની ગાંઠ અને કેન્સર હોવાનું નિદાન થયું છે. તેણે દરેકને તેની માતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી.

જ્યારથી રાખીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે ત્યારથી લોકો કોમેન્ટ સેક્શનમાં તેની માતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો એક્ટ્રેસ માટે પોતાનું સમર્થન દર્શાવી રહ્યા હતા. રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ જયા સાવંતના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *