અભિનેત્રી ચાહત ખન્નાએ સુકેશચંદ્રશેખર પર આક્ષેપ

0– તિહાર જેલમાં સુકેશે ઘૂંટણિયે બેસીને મને લગ્ન માટે પ્રપોઝ કર્યું

મુંબઇ : અભિનેત્રી ચાહત ખન્નાએ તિહાર જેલમાં કેદી તરીકે રહેલા સુકેશ ચંદ્રશેખર પર આરોપ મુક્યા છે. તેણે કહ્યું છે કે સુકેશે તેને જેલમાં પ્રપોઝ કર્યું હતું. ચાહતે ઇડી સામે પોતાનું આ બયાન નોંધાવ્યું છે. 

સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોમાં જેકલિન ફર્નાન્ડિસ, નોરા પતેહી, ચાહત ખન્ના, નિક્કી તંબોલી, સોફિયા સિંહ અને અરુશા પાટિલ સામેલ છે. જેમાંથી ઘણાને સુકેશ તિહાર જેલમાં પણ મળ્યો છે. 

ચાહત ખન્નાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનું બયાન નોંધાવ્યું છે. તેણે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે કે, જેલમાં સુકેશને મળવા લઇ જવા માટે વિવિધ પેંતરા કરવામાં આવ્યા હતા અને મને ખોટી રીતે ફસાવીને તિહાર જેલમાં સુકેશ સાથે મુલાકાત કરવા લઇ જવામાં આવી હતી. 

ચાહતે જણાવ્યુ ંહતુ ંકે, ૨૦૧૮ના મે મહિનામાં મને દિલ્હીની એક શાળામાંથી નિર્ણાયક તરીકે બોલાવામાં આવી હતી. હું ૧૮મેના રોજ દિલ્હી જવા નીકળી હતી. મુંબઇ એરપોર્ટ પર મને એન્જલ ખાન નામની એક મહિલા મળી હતી જેણે મને કહ્યુ ંહતુ ંકે, તે મારી સાથે કાર્યક્રમમાં આવશે. આ પછી દિલ્હી ઉતરીને મને શાળામાં લઇ જવા માટે એક કારમાં બેસાડવામાં આવી હતી. થોડી વાર પછી અચાનક કાર ઊભી રહી ગઇ હતી, અને સાથેની મહિલાએ મને કાર બદલવાનું કહ્યું હતું. શાળામાં આ કારને અંદર જવાની પરમિશન ન હોવાથી આપણે બીજી કારમાં જવું પડશે. 

ચાહતે પોતાની વાત આગળ વધારતાં કહ્યુ ંહતું કે, આ પછી અમે ગ્રે ઇનોવામાં ગયા હતા.કારમાંથી આસપાસનો એરિયા જોતા મને તિહાર જેલ જણાઇ હતી. તો મેં તે મહિલાને પુછ્યું કે, અહીં કેમ ? તો તેણે મને કહ્યું હતું કે જેલના અંદરના રસ્તામાંથી શાળામાં જવુ ંપડશે. વાસ્તવમાં એન્જલ ખન્ના અન્ય કોઇ નહીં પરંતુ પિંકી ઇરાની હતી. જેણે ઘણી અભિનેત્રીઓને સુકેશ સાથે મુલાકાત કરાવી હતી. 

ચાહતે એમ પણ કહ્યું હતું કે, હુ ંતિહાર જેલમાં પહોંચી ગઇ છું તે જાણ થતાં જ મેં બૂમાબૂમ કરવા માંડી હતી પરંતુ કોઇ ફરક પડયો નહીં. હું જાણી ગઇ હતી ેક હું ફસાઇ ગઇ છું. 

કારમાંથી ઊતરીને મને એક રૂમમાં લઇ જવામાં આવી હતી. જ્યાં દુનિયાભરની લકઝરી અને આધુનિક સાધનો તેમજ સગવડ ોહતા.સુકેશને આ રૂમમાં દરેક સુવિધાઓ આપવામાં આવેલી જોવા મળતું હતું. મને અંહી કેમ બોલાવામાં આવી ? એ પુછતા ંજ સુકેશ પ્રત્યુતરમાં ઘૂંટમિયે બેસી ગયો હતો અને મારી સાથે લગ્ન કરવા છે તેમ પ્રપોઝ કર્યું હતું. મેં તેની સામે બૂમાબૂમ કરતાં કહ્યું હતુ ંકે, હું પરણેલી છું, અને મારા બે બાળકો છે જેમાંનું એક તો છમહિનાનું છે. તેમ છતાં તે માન્યો નહોતો, અને તે મારા બાળકોનો પિતા બનવા તૈયાર છે તેમ પણ કહ્યુ ંહતું. પછીથી હું રડવા લાગી હતી. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *