તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું, અભિનેતા સુધીર વર્માએ કરી આત્મહત્યા

0

[ad_1]

  • વર્ષ 2022 તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે ખરાબ 
  • 2013માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
  • પીઢ અભિનેતા ચલપતિ રાવનું હાર્ટ એટેકથી નિધન 

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઉભરતા સ્ટાર સુધીર વર્માએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેણે સોમવારે, 23 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેના આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે.

કોસ્ટારે માહિતી શેર કરી

દિવંગત અભિનેતા સુધીર વર્મા સાથે ફિલ્મ ‘કુંદનપુ બોમ્મા’માં કામ કરનાર સુધાકર કોમકુલાએ તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે ટ્વીટ કર્યું, ‘તમને મળીને અને તમારી સાથે કામ કરીને આનંદ થયો! તે માનવું મુશ્કેલ છે કે તમે હવે અમારી સાથે નથી! ઓમ શાંતિ!’

દિવંગત અભિનેતા સુધીર વર્માએ 2013માં ફિલ્મ ‘સ્વામી રા રા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઓળખ ત્યારે મળી જયારે તે ‘કુંદનપુ બોમ્મા’માં દેખાયો હતો. આ ફિલ્મ માટે સુધીર વર્માને આજે પણ યાદ કરવામાં આવે છે. તે તેની કારકિર્દીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. અભિનેતાના અંતિમ સંસ્કાર વિઝાગ નામના સ્થળે કરવામાં આવશે.

2022માં આ તેલુગુ સ્ટાર્સનું મૃત્યુ

વર્ષ 2022માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઘણા દિગ્ગજ લોકો મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે અભિનેતા મહેશ બાબુના પિતા સુપરસ્ટાર ઘટ્ટમનેની કૃષ્ણાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. 2022ની શરૂઆતમાં તેમના મોટા પુત્ર રમેશ બાબુનું પણ અવસાન થયું હતું. આ સિવાય પીઢ અભિનેતા ચલપતિ રાવનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *