અંદાજીત ૩૪.રપ૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂ. ર૪,૯પ૦ નો દંડ વસુલ્યો
ડસ્ટબીન નહી રાખી ગંદકી ફેલાવતા કુલ ૧૮ આસામી પાસેથી કુલ રૂ. ૬,પ૦૦ નો દંડ લેવાયો ઃ મનપાની કાર્યવાહીના પગલે આસામીઓમાં ફફડાટ
ભાવનગર: પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા માટે ભાવનગર મહાપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે અને પ્રતિબંધીત પ્લાસ્ટીક મામલે તપાસ કરી વેપારીઓ પાસેથી દંડ પણ લેવામાં આવે છે છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરી રહ્યા છે.