જુલાઇ-19 માં ગઢડાના ઉગામેડી ગામે થયેલ હત્યાના આરોપીને આજીવન કેદ

0

[ad_1]

Updated: Jan 11th, 2023

– બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજ કોર્ટનો ચુકાદો

– ચાર્જશીટ રજૂ કર્યાં બાદ ફરિયાદી પક્ષે 20 સાક્ષી તપાસેલ, કુલ 40 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા

બોટાદ : ગઢડા તાલુકાના ઉગામેડી ગામે પૈસાની લેતીદેતી બાબતે ઉઘરાણી કરતા ઉશ્કેરાઇ છરી વડે હુમલો કરી મોત નિપજાવી બનાવ હત્યામાં પરિણામતા આ અંગે થયેલ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાયા બાદ ૨૦ સાક્ષીને તપાસી ૪૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કેસ ચાલી જતા બોટાદ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ હતી.

આરોપીને થયેલ સજા અંગેના બનાવની હકીકત એવા પ્રકારની છે કે બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ગઈ તા.૦૯/૦૭/૨૦૧૯ના રોજ રાત્રીના ૯.૪૫ કલાકે મરણજનાર જયવીરભાઈ પ્રભાતભાઈ ચાવડા (આહીર) રે.ગઢડા વાળા આરોપી મહેશભાઈ વાલજીભાઈ પરમાર રે. ઉગામેડી વાળા પાસે પૈસાની લેતી દેતી અગાઉ થયેલ હોય તેની ઉઘરાણી કરવા ગયેલ હોય અને ઉગામેડી ગામના પીપળા ચોકમાં મરણજનાર જયવીરભાઈ ચાવડા (આહીર) અને આરોપી મહેશ વાલજીભાઈ પરમાર તથા ગૌતમભાઈ વાલજીભાઈ પરમાર વિગેરે વચ્ચે નાણા બાબતે માથાકૂટ થતા આરોપી મહેશભાઈએ પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે જયવીરભાઈ પ્રભાતભાઈ આહીરને શરીરના જુદા જુદા ભાગોએ ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલ હોય ફરીયાદી પરેશભાઈ તથા તેમના સગા વ્હાલાઓ મરણ જનાર જયવીરભાઈને ગઢડા હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં ડોકટરે ઈજા પામનાર જયવીરભાઈને મૃત જાહેર કરેલ. આ અંગેની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૦૨,૫૦૪, ૧૧૪ જીપી એક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો આરોપી મહેશ વાલજીભાઈ પરમાર વિગેરે વિરુધ્ધ દાખલ થયેલ અને આ અંગેનું ચાર્જશીટ તપાસ કરનાર પોલીસ અધિકારીએ નામદાર કોર્ટમાં રજુ કરેલ. આ કામમાં ફરિયાદ પક્ષે કુલ ૨૦ સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમજ કુલ ૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપી મહેશ વાલજીભાઈ પરમાર વિરુધ્ધ ગુન્હો સાબિત થયેલ તેમજ આ કામમાં જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો તથા રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ કુમારી કે.આર.પ્રજાપતિ સાહેબે આઇપીસી કલમ ૩૦૨ના ગુન્હામાં આરોપી મહેશ વાલજીભાઈ પરમારને કસુરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂ.૨૫૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ(૬) માસની કેદની સજા તથા આઇપીસી કલમ ૫૦૪માં કસુરવાન ઠરાવી એક(૧) વર્ષની સજા તથા રૂ.૫૦૦૦નો દંડ અને દંડ ન ભરે છ(૬) માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *