પ્રેમ સંબંધ નહીં રાખવાનું કહેતા યુવક અને તેના મિત્રોએ હુમલો કરી મોત કરનાર સામે કાર્યવાહી
કલોલ : કલોલના પંચવટીમાં આવેલ વૃંદાવન રેસીડેન્સી માં રહેતા યુવક
ઉપર સિટી મોલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર ઇજાઓના પગલે યુવકનું
મોત નીપજ્યું હતું પ્રેમ સંબંધ નહીં રાખવાનું સમજાવતા યુવકે પોતાનો જીવ ખોવાનો
વારો આવ્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી હત્યામાં સામેલ લોકોને ઝડપી લેવા માટે
કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા
વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઈ ઇશ્વરભાઇ નાયક ના ભાણીયાના છૂટાછેડા થઈ
ગયેલા હતા અને તેમના ભાણીયાની વહુને આરોપી શૈલેષ મફતભાઈ દેસાઈ પ્રેમ કરતો હતો અને
તેમના ભાણિયો ફરીથી ઘર વસાવા માગતો હતો તેથી શૈલેષભાઈ ઈશ્વરભાઈ નાયકએ પ્રેમ બાબતે
શૈલેષ મફતભાઈ દેસાઈને તેમના ભાણીયાની વહુ સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા માટે
સમજાવ્યો હતો જે બાબતની અદાવત રાખી શૈલેષ રબારીએ ગત મોડી રાત્રે શૈલેષ નાયકને તેના
ઘરેથી ઉઠાવ્યો હતો અને તેને સિટી મોલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની ઉપર લાકડીઓ
અને ધોકાઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો યુવકને લાકડીઓ અને ધોકાઓ વડે માર
માર્યો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ શૈલેષ દેસાઈએ શૈલેષ નાયક ના
ભાઈ પંકજને ફોન કરીને કહેલ કે મેં તારા ભાઈને માર માર્યોે છે તું એને અહીંથી લઈ જા
તેથી તેઓ ત્યાં દોડી ગયા હતા અને જીવન મરણ વચ્ચે ઝુલા ખાઈ રહેલા પોતાના ભાઈને
સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ જ્યાં તેનું મોત નીપજ્યું હતું યુવકના
મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો હત્યાના બનાવ અંગે પોલીસે પંકજભાઈ ઈશ્વરભાઈ નાયકની ફરિયાદના આધારે
હત્યારા શૈલેષ મફતલાલ દેસાઈ તથા મનીષ મોહનભાઈ રબારી અને લાલો ઠાકોર તથા કલ્પેશ
બારોટ અને નરેશ પટેલ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં
આવી છે.